Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

પરેશ ધાનાણીની વરણીને અમરેલીમાં આવકાર

 અમરેલી : અમરેલી ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તરીકે અમરેલીના ધારાસભ્ય પરેશભાઇ ધાનાણી ઉપર દિલ્હીથી હાઇકમાન્ડ દ્વારા કળશ ઢોળાતા શ્રી પરેશભાઇ ધાનાણીની વિરોધ પક્ષના નેતા તરીકે પસંદગી થઇ છે. આ સમાચાર અમરેલી જિલ્લા સહિત રાજયભરમાં પ્રસરી વળતા સાર્વત્રીક રીતે આવકાર સાથે પરેશ ધાનાણીને બિરદાવી શુભકામનાઓ પાઠવી હતી. જયારે અમરેલીમાં કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરોએ શહેરના દરેક ચોકમાં જઇ ફટાકડા ફોડીને ખુશી વ્યકત કરી હતી. છેલ્લે-છેલ્લે પણ લાલ લાઇટ વાળી ગાડી અમરેલી જિલ્લાને મળતા લોકોની અપેક્ષાઓ પણ પુર્ણ થાય તેવા સંજોગોનું નિર્માણ થયું છે. (પ-૧૯)

(1:11 pm IST)