Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

લીંબડી હાઇવે ઉપર ટ્રક-આઇસર વચ્ચે અકસ્માતમાં ૧નું મોત

વઢવાણ તા. ૮ :..  લીબડી બોડીયા ગામના પાટીયા પાસે વહેલી સવારના લોખંડના પાટા ભરીને પસાર થતા ટ્રકની પાછળ ધુમ્મસના કારણે આઇસરના ચાલકે ધડાકા ભેર ઠાઠામાં ભટકાડી દેવાતા ટ્રકમાં ભરેલ  પાટા ટ્રકનો કાચ ફોડી આગળની સાઇડમાં બહાર આવી ગયા હતાં.

ત્યારે આ સર્જાયેલ અકસ્માતમાં ઘટના સ્થળ ઉપર એકનું મોત ઘાયલ અવસ્થામાં નિપજેલ છે. જેની ઓળખ હાલ સુધી લીંબડી પોલીસને મળી નથી ત્યારે બોડીયા  ગામ પાસેના આ અકસ્માત સર્જાવાના કારણે રાજકોટ - અમદાવાદ હાઇવે ઉપર ટ્રાફીક જામ થઇ જવા પામ્યો હતો.

જયારે મૃતકને લીંબડી સીવીલમાં ખસેડી અને હાલમાં લીંબડી પોલીસે આ મૃતકની ઓળખ મેળવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

(1:10 pm IST)