Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

કેશોદ દલિત સમાજ દ્વારા મહારાષ્ટ્રની ઘટનાના વિરોધમાં આવેદન

કેશોદ, તા. ૮ :. મહારાષ્ટ્રના ભીમા કોરેગાંવમાં અઘટીત બનેલ બનાવ અનુસંધાને કેશોદ દલિત સમાજે ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર આપી આ ઘટનાની ન્યાયીક તપાસ કરી ગુન્હેગારોને સખ્ત સજા કરવાનું જણાવેલ છે.

આવેદનપત્રમાં જણાવ્યુ છે કે, મહારાષ્ટ્રમાં ભીમા કોરેગાંવમાં ૨૦૦ વર્ષની પરંપરા મુજબ શૌર્યદિનની ઉજવણી સમગ્ર દલિત સમાજ તરફથી શાંતિપૂર્ણ ઉજવણી કરતા હોય તેમા અમુક મનુવાદીઓ તરફથી તા. ૧-૧-૨૦૧૮ના રોજ શૌર્યદિનની ઉજવણી કરતા દલિત સમાજ ઉપર મનુવાદીઓ તરફથી દલિત સમાજના લોકો ઉપર હીચકારો હુમલો કરી શૌર્યદિનમાં તોફાન કરી એક દલિત યુવાનનું મોત નિપજાવેલ છે. તેમજ આ મનુવાદીઓએ અસંખ્ય લોકોને ઘાયલ કરેલ છે તેમજ અસંખ્ય વાહનોને નુકશાન પહોંચાડેલ છે તે ઘટનાની ન્યાયીક તપાસ કરી ગુન્હેગારોને કડક સજા કરવા માંગ કરી છે.

આ તકે બાબુભાઈ રાવલીયા, ગોગનભાઈ સોંદરવા, જે.જે. પરમાર, પ્રફુલ એન. રાણવા અને દલિત સમાજના આગેવાનો-કાર્યકરો  ઉપસ્થિત  રહ્યા  હતા. (૨-૨૫)

(12:02 pm IST)