Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

ગોંડલ અક્ષર મંદિરે શાર્ધ શતાબ્દી મહોત્સવ માટે ૨૦૦ એકર મેદાન સમથળ કરવા મહિલાઓએ ૧૫ લાખ બેલા ખસેડ્યા

ગોંડલ તા.૮ : ગોંડલના અક્ષર મંદિરે સાર્ધ શતાબ્દી મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ૨૦૦ એકર ગ્રાઉન્ડ ઝીરો લેવલ કરવાનો મોટો પડકાર ઉભો થવા પામ્યો હતો, સંતો-મહંતો અને હરિભકતો આ છે ને પડકાર લય દ્વિધામાં હતા ત્યારે અત્રેની મહિલા મંડળની બહેનોએ આવી ઝડપી માત્રને માત્ર પંદર જ દિવસમાં ૧૫ લાખ બેલાઓને દૂર ખસેડી નારીશકિતનો પરચો બતાવ્યો હતો.

અક્ષર મંદિર તંત્ર દ્વારા શાર્ધ શતાબ્દી મહોત્સવ ઉજવવા રાજવાડી ખાતે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ત્યારે રાજ વાડીની જગ્યા માં પૂજય મહંત સ્વામી દ્વારા જ થોડા સમય પહેલા ગુરુકુળ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને કામ માટે માટે જરૂરી ૧૫ લાખ સિમેન્ટના બેલા પણ મંગાવી લેવામાં આવ્યા હતા દરમિયાન આ જગ્યા ઉપર મહોત્સવ ઉજવવાનું નક્કી થતા સૌથી મોટો પડકાર આ ૧૫ લાખ સિમેન્ટના બેલાને દૂર કરવાનો સામે આવ્યો હતો જેને લઇ મંદિરના સંતો મહંતો અને હરિભકતો ચિંતામાં મૂકાયા હતા ત્યારે અત્રેના જુદા-જુદા વિસ્તારમાં મહિલા મંડળ ચલાવતી મહિલાઓએ આ પડકારને ઝીલી લીધો હતો અને રોજ જુદા જુદા વિસ્તારમાંથી સેવાભાવી બહેનોએ ગ્રાઉન્ડ ખાતે આવી પ્રથમ બેલાઓને ટ્રેકટરમાં ભર્યા હતા. અને ફૂલવાડી ખાતે ઠાલવ્યા હતા બાદમાં ત્યાં જ ૧૫ લાખ પેલાઓની થપ્પી કરી નારીશકિત બતાવી હતી.

૧૫ લાખ બેલાઓને ટૂંકા સમયમાં ફેરવવા માટે કોઈ મજદૂર કે સાધનસામગ્રી મળી રહ્યાં ના હોય મહિલાઓએ પહેલા ટ્રેકટરમાં બેલા ભર્યા બાદમાં ટ્રેકટરમાં ગોઠવ્યા બાદમાં ફૂટ વાડી ખાતે ઠાલવ્યા અને ત્યાં જ ક્રમશઃ ફરીથી ગોઠવી આપ્યા હતા.આ કપરા કાર્યમાં દ્યણી મહિલાઓને નાની-મોટી સામાન્ય ઈજાઓ પણ થઈ પરંતુ હસતે મોઢે એવું સ્વીકાર્યું કે આ તો ઈશ્વરના કાર્યની અમોને પ્રસાદી મળી છે.

(12:01 pm IST)