Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

વાંકાનેરમાં માંધાતાજીની જન્મ જયંતિ ઉજવવા તૈયારી

વાંકાનેર વાંકાનેરમાં ૧૪ મી જાન્યુઆરીના પાવન દીને શ્રીમાંધાતાજીની જન્મ જયંતિ ધામધુમથી ઉજવવા માટે જીનપરામાં મોરબી જીલ્લા માંધાતાગ્રુપના અધ્યક્ષ રમેશભાઇ મકવાણાની આગેવાનીમાં મીટીંગ મળી હતી. જેમાં વાંકોનર શહેરના જુદા જુદા વિસ્તારના કોળી જ્ઞાતીના યુવાનો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ચર્ચાઓ સુચનોના અંતે કોળી સમાજના દરેક વિસ્તારો તથા કોળી જ્ઞાતિના ગામોમાં શ્રી માંધાતાજીની જન્મ જયંતિ ધામધુમથી ઉજવવા શ્રી રમેશભાઇ મકવાણાએ સૌને આહવાન કર્યું હતું. તસ્વીરમાં ઉપસ્થિત જ્ઞાતિના યુવાનો નજરે પડે છે. (તસ્વીરઃ નિલેશ ચંદારાણા,વાંકાનેર)

(12:01 pm IST)