Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

ભુજમાં ઝઘડાના સમાધાનમાં વાલ્મીકી સમાજનાં બે જૂથો વચ્ચે ધડબડાટીઃ છને ઇજા

ભુજ તા.૮ :.. જુના ઝઘડાના સમાધાન દરમ્યાન  ભુજની લોટસ સોસાયટીમાં વાલ્મીકવાસમાં બે જૂથો વચ્ચે ધડબડાટી થતાં છ ને ઇજાઓ થઇ હતી.

પોલીસે સામ સામે ગુનો નોંધ્યો છે. એક જૂથનાં દિનેશ રાજૂ વાલ્મીકી, વિકાસ રામદાસ નકવાલ, તો બીજા જૂથનાં સુશીલાબેન ચૌહાણ વાલ્મીકી, પ્રેમબેન ગોવિંદ ખોખર, વિજય ગોવિંદ ખોખર, શ્રવણ જેનાજી ગરૂને ઇજાઓ થઇ હતી.

બન્ને જૂથના ઇજાગ્રસ્ત દાખલ થયા છે. પોલીસે તપાસ હાથ ધરી  છે.

(12:00 pm IST)