Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

કચ્છમાં યુરિયાની અછત-ઘઉં સહિતના રવિ પાક ઉપર તોળાતો ભય

અનેક વિસ્તારોમાં ઘઉંનો પાક પીળો પડયો-ખેડુતો મુશ્કેલીમાં

ભુજ તા.૮ : કચ્છ જિલ્લામાં યુરીયા ખાતરની અછતે ખેડુતોને મુશ્કેલીમાં મુશ્કેલીમાં મુકી દીધા છે. છેલ્લા એક પખવાડિયાથી યુરીયા ખાતરની અછત વરતાઇ રહી છે.

એક બાજુ આધારકાર્ડ લીન્ક કરાવનાર યુરીયા યુઝર્સ ખેડુતને જ રાહતદરે ર૯પ રૂપિયામાં સબસીડીની રાહત સાથેનુ યુરીયા ખાતર મળે છે. બીજીબાજુ ઘઉંનું વાવેતર કરનારા ખેડુતોને ઘઉંના પાક માટે ખાતર આપવાના ત્રણ તબક્કાઓ દરમિયાન સમયસર યુરીયા ખાતર મળતુ નથી.

પરિણામે ઘઉંનો ફાલ પીળો પડી રહ્યો છે. વૃધ્ધિ કરતો નથી ખેડુત આગેવાનોનું માનીએ તો ઘઉં સિવાયના રવિ પાક ઉપર પણ યુરીયા ખાતરની અછતના કારણે આ વખતે કચ્છમાં ભય તોળાઇ રહ્યો છે.

(12:00 pm IST)