Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

ધોરાજીમાં બસ સળગાવવાના ગુનામાં આરોપીની રિમાન્ડ રદ : જેલ હવાલે

ધોરાજી, તા. ૮ : ધોરાજીમાં તા.૩ને બુધવારે રાત્રીના ભુખી ચોકડી પાસે એસ.ટી. બસ સળગાવવાના ગુનામાં આરોપી પુનિત બગડાની શુક્રવારે ધરપકડ કર્યા બાદ શનિવારે સાંજે ધોરાજી કોર્ટમાં ૧૪ દિવસની રીમાન્ડની માંગણી સાથે રજૂ કરતા ધોરાજી કોર્ટ એ રિમાન્ડ ના મંજૂર કરી જેલ હવાલે કરેલ હતો.

પ્રાપ્ત માહિતી મુજબ ધોરાજીમાં ગઇ તા. ૩ ને બુધવારના રોજ રાત્રીના સમયે ભુખી ચોકડી પાસે અજાણ્યા શખ્સોએ રાજકોટ-ઉપલેટા રૂટની એસ.ટી. બસને આગ ચાપવાના બનાવ બાદ એસ.ટી. બસના ડ્રાઇવર અતુલભાઇ કરમશીભાઇ લુણાગરીયાએ ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ લખાવતા ધોરાજી પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુન્હો નોંધી તપાસ પી.આઇ. વી.એમ. ભોરણીયાએ રાખેલ છે.આ ફરીયાદના આધારે શુક્રવારે ધોરાજી પોલીસે પુનિત ઉર્ફે વિપુલ ઉર્ફે જોન્ટી રવજીભાઇ બગડાની રહે. ઝાંઝમેર વાળાની આઇપીસી કલમ ૩૦૭, ૩૦૮,૧૪૩, ૧૪૭,૧૪૮, ૧૪૯, ૪૩પ, ૩૪૧, ૩૪ર, ૧ર૦-બી તથા જી.પી. એકટ કલમ ૧૩પ, તથા ધી પ્રિવેન્સન ઓફ ડેમેજીસ્ટ ઓફ પબ્લીક પ્રોપર્ટી એકટ ૧૯૮૪ની કમલ ૪ તથા ૭ મુજબ ધરપકડ કરેલ હતી. સામે પક્ષે પુનિત બગડા તરફે એડવોકેટ વિરેન્દ્ર રાઠોડએ દલીત કરતા જે અંગે ધોરાજી કોર્ટએ રિમાન્ડ ના મંજુર કરી આરોપીને જેલ હવાલે કર્યા હતાં. (૮.૮)

(11:59 am IST)