Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

કચ્છનાં રણમાં ફસાયેલા ૧પ૦ જેટલા બાળ ફલેમીંગોને 'વન રક્ષકો'એ બચાવી લીધા...

ભુજ તા. ૮ :.. કચ્છનાં રાપર તાલુકાનું 'કુડાનું રણ' ફલેમીંગોનાં પ્રજનન માટેનું આદર્શ સ્થળ છે.  અહીં દર વર્ષે હજારોની સંખ્યામાં આવતા  ફલેમીંગો ઇંડા મુકે છે અને બાળ ફલેમીંગો ઇંડામાંથી બહાર આવી ને પાંખો ફફડાવતા પોતાનું જીવન શરૂ કરે છે. આ વર્ષે અહીં વન રક્ષકો દ્વારા સતત કરાતાં પેટ્રોલીંગ અને રખાતા ખ્યાલ દરમ્યાન એ ધ્યાને આવ્યું કે રણની અંદરના ખાડામાં દોઢસો જેટલા ફલેમીંગોના બચ્ચા ફસાઇ ગયા છે. આ ધ્યાને આવતાં જ રાપર ઉતર રેન્જના આરએફઓ એમ. જે. ચૌહાણ, વન રક્ષકો આશાબેન પટેલ, ચોકીદારો દયાળ કોળી, બનેસંગ સોઢા, ચતુરસિંહ સોઢાએ જતનપૂર્વક આ બાળફલેમીંગોને બહાર કાઢીને તેમને જતનપૂર્વક રણમાં વિહાર કરતા કર્યા હતાં. વન રક્ષકોના આ માનવતા ભર્યા પગલાનાં કારણે રાપરના રણમાં ફરી એકવાર ફલેમીંગોનો કલરવ ગાજી ઉઠયો હતો.

(11:59 am IST)