Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

કુતિયાણાં નગકપાલીકાના રોજમદારને ૧,૨૫ લાખ ચુકવવા લેબરકોર્ટનો હુકમ

પોરબંદર તા.૮: કુતિયાણાંના દેવડાનાકા એરીયાના જોધા કુંભા કરમટાએ લેબરકોર્ટમાં માંગેલ પગારની રકમ રૂ.૧,૨૫,૦૦૦ મંજુર કરવામાં આવેલ છે.

કેસ મુજબ ફરીયાદી કામદારના વકિલ વિજયકુમાર પંડ્યાએ પોરબંદર લેબરકોર્ટમાં રજુઆતો કરી જણાવેલ કે, અરજદાર રોજમદારે ફરી નોકરી મેળવવાના પોતાના કેસમાં પડેલા પગારના ૫૦ ટકા રકમ માંગેલ જે મંજુર થયેલ છે તે સંસ્થા ચુકવતી નથી. જે હુકમને પાલીકાએ હાઇકોર્ટમાં પડકારતા હાઇકોર્ટે પાલીકાની અરજી કાઢી નાંખેલ અને જણાવેલ કે, ''લેબરકોર્ટમાં ફરીથી કેસ ખોલવો અને ન્યાય મેળવવો.''

પાલીકાએ ફરીથીએ જ કેસ લેબરકોર્ટમાં ખોલાવેલ પણ કયારેય ચલાવેલ જ નહી ત્યારે આવી બેદરકારીનો ભોગ કામદારને બનાવી શકાય જ નહી જેથી તેનુ કોર્ટના ઓર્ડર મુજબનુ લ્હેંણુ વસુલવા કામદારને વ્યાજબી કારણો રહે છે.તેવી દલીલ કરાય હતી.(૧.૬)

(11:59 am IST)