Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

ઉના પાસે રિક્ષામાંથી ૧૧૯ બોટલ દારૂ ઝડપાયો

ઉનાઃ એલમપુર પાસે પરપ્રાંત ઇગ્લીશદારૂની બોટલો નંગ-૧૧૯ તથા ઓટોરીક્ષા મળી કુલ કી.૬૮,૭૦૦નો પ્રોહી મુદામાલ ગીર સોમનાથ એલ.સી.બી.એ પકડી પાડ્યો હતો. તે તસ્વીર એલ.સી.બીના પોલીસ ઇન્સપેકટર ડો.એલ.કે.જેઠવાના સીધા માર્ગદર્શન હેઠળ પો.હેડ કોન્સ. સરમણભાઇ સોલંકી તથા પો.કોન્સ. પ્રવિણભાઇ મોરી પો.કોન્સ. ધર્મેન્દ્રસિંહ ગોહીલ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સ્ટાફના પો.કોન્સ. પ્રવિણભાઇ મોરીને મળેલ બાતમી રાહે દારૂ  પકડી પાડ્યો હતો. રિક્ષા, દારૂ તથા નીચે બેઠેલ આરોપી તસ્વીરમાં નજરે પડે છે.

(11:58 am IST)