Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

દામનગરમાં ૪ લાખનાં કામમાં ૪૪ લાખની કામગીરી કર્યાનો દાવોઃ વિરજીભાઇ ઠુંમરે સ્થળ મુલાકાત લેતા ભાંડો ફુટયો

દામનગર તા.૮ : શહેરના બહુચર્ચિત બગીચાની વિઝીટ કરતા લાઠી વિભાગની ગ્રાન્ટમાંથી રૂ.૭૧ લાખ જેવી રકમમાંથી ૪૪ લાખ જેવી રકમ ચુકવી દેનાર સ્થાનિક પાલિકાના ભ્રષ્ટાચાર વિરૂધ્ધ એક નિવૃત બેંક કર્મચારીએ ફરિયાદ કરી વચ્ચે બેંક કર્મી.એ તેની રજુઆત અને લેખિત રજુઆત કરી સ્થળ વિઝીટની માંગ કરતા ધારાસભ્ય વિઝીટથી ચોંકી ઉઠયા હતા.

બગીચાવાળી જગ્યા સ્થળફેર હોવાનુ જણાવ્યુ અને તાંત્રિક દુરંદેશીમાં તો ગજબ કરી દેતુ સ્થાનિક તંત્ર ગાર્ડનનો મુખ્ય ગેટ નાળા સામે મુકી સ્થાને માત્ર ૩ થી ૪ લાખનો ખર્ચ કરી રૂપિયા ૪૪ લાખ ચુકવી દેનાર પાલિકા છાપરે ચડયુ. ધારાસભ્યે પણ અસર જ પામી ગયા તુરંત સબંધ કરતા તંત્ર અને કામ કરતી એજન્સી અંગે વિગતો મેળવી દામનગર નગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વિભાગની ગ્રાન્ટમાંથી મંજુર થયેલ બગીચો વર્ષ-ર૦૧૪-૧પમાં પુર્ણ કરવાની કંડીશન એજન્ડા આઇટમ જેવી કોઇપણ પધ્ધતિ ન કરી હોય ૭૧ લાખની રકમ પૈકી ૪૪ લાખની રકમ ચુકવી દેનાર પાલિકાનો ભાંડો ફુટયો અને સ્થળે માત્ર ૩ થી ૪ લાખ જેવી જ રકમ વાપરી મોટો ભ્રષ્ટાચાર કર્યો છે.

તેવી રજુઆતને દબાવવા અરજદારને વારંવાર સમાધાન માટે અલગ-અલગ સ્કીમ સ્થાનીક પાલિકા અને તપાસ એજન્સી તરફથી સ્વીકારી લેવા દબાણ કરાતુ હોવાની વિગત નિવૃત બેંક કર્મી. દેવચંદભાઇ આલગિયાએ ધારાસભ્યને જણાવતા અરજદારે સાથે રહી બગીચાની સીલસીલા બંધ વિગતો આપી હતી. ગાર્ડનની મુલાકાતે ધારાસભ્ય સ્થળે આવ્યા હોવાની વાત વાયુવેગે શહેરમાં ફેલાતા ખુબ મોટી સંખ્યામાં શહેરીજનો બગીચા સ્થળે પહોંચી ગયા હતા.

બહુચર્ચિત બગીચાની સ્થળ વિઝીટ દરમ્યાન નગરપાલિકા સદસ્ય રણછોડભાઇ બોખા, તાલુકા કોંગ્રેસના રાજુભાઇ દસામતિયા, જીતુભાઇ વાળા, આંબાભાઇ કાકડીયા, જનકભાઇ તળાવિયા, ઘનશ્યામભાઇ રાઠોડ, જિલ્લા પંચાયત સદસ્ય જીતુભાઇ નારોલા, રવજીભાઇ નરોજા, પ્રવિણભાઇ પરમાર, ન્યાય સમિતિ લાઠી તાલુકા પંચાયત કમલભાઇ કેસરીયા સહિત અનેક અગ્રણીઓની હાજરીમાં બહુચર્ચિત બગીચાની સ્થળ વિઝીટથી પાલિકાની પોલ જનતા સમક્ષ ખુલ્લી પડી હતી. (૩-ર)

(11:58 am IST)