Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

કચ્‍છ રાપર તાલુકાના ટીંડલના ગામ મિત્ર મંડળે ઉજવ્‍યો શાકોત્‍સવ : હિતની વાત દુઃખ લગાડીને પણ કહે તે ખરો મિત્ર-પ્રભુસ્‍વામી

વાશી નવી મુંબઇમાં યુવાનોએ માણ્‍યો સત્‍સંગોત્‍સવ, રાસોત્‍સવને શાકોત્‍સવ

કચ્‍છા : હિતની વાત દુઃખ લગાડીને પણ કહે તે ખરો મિત્ર એમ આજે નવી મુંબઇ વાશી ખાતે શ્રી સ્‍વામીનારાયણ ગુરૂકુલ રાજકોટના શ્રી પ્રભુ સ્‍વામીએ કહ્યું હતું. રાપર તાલુકાના ટીંડલવા ગામના લેઉઆ પટેલ સમાજ મિત્ર મંડળ દ્વારા નવી મુંબઇ વાશી ખાતે આવેલ ગુજરાતી ભવનમાં આયોજીત સ્‍નેહ મિલન પ્રસંગે યોજાયેલ શાકોત્‍સવમાં શ્રી પ્રભુખ સ્‍વામીએ કહ્યું હતું કે સુખમાં સામે રહે ને દુઃખમાં દૂર થઇ જાય એ મિત્ર નથી.

આ પ્રસંગે વાશી નવી મુ઼બઇ શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુલના શાષાીશ્રી વિરકતજીવનદાસજી સ્‍વામીએ મનુષ્‍ય દેહની દુર્લભતા વર્લવીને કહ્યું હતું કે વ્‍યસન અને ફેશનથી યુવાનીને બચાવવી એ સાથે શાષાશ્રી કૃષ્‍ણ વંદન સ્‍વામીએ યુવાનોને લગ્ન અને સંસરમાં સુખી જીવન અંગે વાત કરતાં કહ્યું હતું કે એક બીજાના મનને સમજતા રહેવાથી જતુ કરવાની ભાવનાથી જ સંસારમાં સુખરૂપ બને છે.

કચ્‍છ રાપર તાલુકાના ટીંડરવા ગામના મિત્ર મંડળ દ્વારા આયોજીત આ સત્‍સંગ અને શાકોત્‍સવના યજમાનો શ્રી જેઠાભાઇ હાથી પાણી, શ્રી વિપુલભાઇ ચાંબરીયા, શ્રી જીવાભાઇ અમરોટ, શ્રી મેઘજીભાઇ હાથીયાણી, શ્રી માદેવાભાઇ હાથીયાણી વગેરેને સંતોએ હાર પહેરાવી તથા ભગવાન શ્રી સ્‍વામી નારાયણની મૂર્તિ અર્પી રૂડા આશીર્વાદ પાઠવેલ.

અંતમાં આરતી બાદ યુવાનોએ રાસ લીધેલ. મહિલાઓએ તેમના વિભાગમાં રાસ તથા કીર્તન ભકિત કરેલ. વાશી મંદિર દ્વારા થઇ રહેલ સેવા પ્રવૃત્તિઓ તેમજ ધનુર્માસ નિમિત થતાો સત્‍સંગ અને મહિલાઓ દ્વારા સવારે ૭.૩૦ વાગે શ્રી સ્‍વામિનારાયણ મંદિરમાં અન્નકૂટના રૂપમાં ભગવાનને થાળ-ભોગ અર્પણ કરાય છે તેનો લાભ સૌ ભાવિકો લે છે તે બદલ શ્રી પ્રભુ સ્‍વામીએ સૌને ભગવાનમાં પ્રેમ વધે નિરામય જીવન જીવાય તેવા સૌને આશીર્વાદ પાઠવી શાકોત્‍સવનો પ્રસાદ માણવાના સૌને જમાડવા સંતો પધારેલા.

આ ઉત્‍સવનો લાભ લેવા પનવેલ, ખારધર, કોપરખૈરલા, વાશી, નેરૂલ, સીબીડી, દહીંસર, ઘણસોલી, થાણા ઐહોલી, ઘાટકોપર વગેરે વિસ્‍તારના ભાઇ-બહેનો મોટી સંખ્‍યામાં પધારેલ. તેવું પ્રભુસ્‍વામીની (૯૮૭૯૦ ૦૦રપ૦)ની યાદીમાં જણાવાયું છે.

 

(11:57 am IST)