Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

વલ્લભીપુર તીર્થથી મહાતીર્થ પાલીતાણાનો છ'રિ પાલક સંઘ

રાજકોટઃ  તા.૮, વલ્લભીપુર તીર્થથી તીર્થરાજ શ્રી શંત્રુજય મહાતીર્થ સુધીનો છ'રિ પાલકસંઘનો તા.૩થી શુભ પ્રયાણ થયેલ છે. જેમાં પરમ પુજ્ય આચાર્યદેવ શ્રી મદ્ વિજય જિનેન્દ્ર સુરીશ્વરજી મ.સા.ના પટ્ટપભાવક  સરળ સ્વભાવી પરમ પુજ્ય આચાર્યદેવ શ્રી મદ્ વિજય હેમેન્દ્રસુરીશ્વરજી મ.સા., પ.પૂ. મુનિરાજશ્રી દિવેન્દ્રવિજય મ.સા. તથા પ.પૂ. સાધ્વીજી પ્રવર્તીની શ્રી અનંતપ્રભાશ્રીજી મ.સા. તથા પ.પૂ. સાધ્વીજીશ્રી સ્વયંપ્રભાશ્રી મ.સા.ના શિષ્યાઓ તથા પ.પૂ. સાધ્વીજી  ઇન્દ્રપ્રભાશ્રીજી મ.સા. આદિ ઠાણા

છ'રિ  પાલક સંઘમાં ૨૬૦ પદયાત્રીઓ છે સંઘના લાભાર્થી શ્રી બાઉન્ડસ ગ્રીન સત્સંગ મંડળના ૪૦ ભાઇઓ બહેનો છે સંઘમાં ગજરાજ, ભગવાનનો રથ તથા ઘોડાઓની બગી વગેરે છે.

 રોજ સવારે સાડા ચાર વાગ્યે રાઇપ્રતિક્રમણ સામુહિક દર્શન, પચ્ચકખાણ, માંગલીક શ્રવણબાદ  સવારછ વાગે આગળના મુકામે  વાજતે ગાજતે મંગળ પ્રયાણ સવારના  દશથી બાર અષ્ટપ્રકારી પુજા-સમુહ સ્નાત્ર પુજા બાદ ભોજન ભકિત બપોરના ૩ થી ૪:૩૦ પૂ. ગુરૂદેવના શ્રીમુખે જીનવાણી શ્રમણ સાંજે ૬ કલાકે સામુહિક ચૈત્યવંદન તથા  સમુહ આરતી બાદ દેવસિ પ્રતિક્રમણ રાત્રે ૮:૩૦ થી ૯:૩૦ પ્રભુભકિત ભાવનાની રમઝટ.

રાજકોટના શ્રી બાવન જિનાલયમાં ટ્રસ્ટી હેમુભાઇ કાનજી મોદી (જામનગર) તથા સંચાલક સમિતિના જયસુખલાલ કાનજી મોદી  તથા પ્રવિણભાઇ રાયથી ગલૈયા વગેરે રાજકોટથી વ્યવસ્થાનો લાભ લઇ રહયા છે. સોમવાર તા.૮ના ગિરિરાજની યાત્રા દાદાના દરબારે તીર્થમાળા  રોપણ વિધિપૂર્વક થશે મંગળવાર તા.૯ના રાજકોટના સુવિધિકાર પ્રકાશભાઇ દોશી ઓશવાળ યાત્રિકગૃહ પાલીતાણામાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પુજન ભણાવશે. તેમ પાનાચંદ પદમથી ગુઢકા (ટ્રસ્ટીશ્રી બાવન જિનાલય)ની યાદીમાં જણાવાયું છે. (૪૦.૪)

(11:57 am IST)