Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

ઠંડીમા વધારોઃ ગિરનાર ૪.૬, જામનગર ૯.૫, જુનાગઢ ૯.૬ ડિગ્રી

રાજકોટની ભાગોળે વહેલી સવારે સામાન્ય ધુમ્મસ લઘુતમ તાપમાન ૧૦.૬ ડિગ્રીઃ ઠંડીમા ઠુંઠવાતુ જનજીવન

રાજકોટ તા.૮: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીની અસરથી જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે લઘુતમ તાપમાનનો પારો આજે પણ નીચે ઉતરતા ગિરનાર પર્વત ઉપર ૪.૬, જામનગર ૯.૫, જુનાગઢ ૯.૬, રાજકોટ ૧૦.૬, ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

ઠંડીમા સતત વધારો થતા લોકો ઠંડીથી હેરાન-પરેશાન થઇ રહ્યા છે. આજે ભાગોળ સામાન્ય ધુમ્મસ વર્ષા થઇ હતી.જો કે ભેજનુ પ્રમાણ ૫૧ ટકા રહ્યુ હતુ.

સોરઠમાં કાતિલ ઠંડી

જુનાગઢઃ સોરઠમાં આજે સવારથી કાતિલ ઠંડીનું મોજુ ફરી વળતા જનજીવન ઠુઠવાય ગયુ હતુ ગિરનાર ખાતે ૪.૬ ડિગ્રી તાપમાનની આ પર્વતીય વિસ્તાર ઠંડોગાર થઇ ગયો છે.

ગત સપ્તાહમાં ઠંડી વધઘટ રહ્યા બાદ આજે નવા વીકમાં પ્રથમ દિવસે જૂનાગઢ ખાતે ૯.૬ ડિગ્રી ઠંડી નોધાઇ છે.

આજની ઠંડીની સાથે ૬૩ ટકા ભેજ રહેતા વ્હેલી સવારથી ધુમ્મસનું આ કારણ થયુ હતુ જેના પરિણામે ઠાર સાથે ઠંડીએ માજા મુકી હતી.

કાતિલ ઠંડી ઉપરાંત ૭.૩ કિમીની ઝડપે ઠંડો પવન પણ ફંુકાતા વાતાવરણ વધુ બર્ફીલુ બની ગયુ હતુ.જુનાગઢના ગિરનાર પર્વત ખાતે આજે ફરી લઘુતમ તાપમાન ઘટીને ૪.૬ ડિગ્રી નોંધાયુ છે. આજની હાડ થીજાવતી ઠંડીથી ગિરનાર પર્વત ટાઢોબોળ થઇ ગયો છે.

જામનગર

જામનગરઃ શહેરનુ તાપમાન ૨૫ મહત્તમ, ૯.૫ લઘુતમ, ૮૭ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૪.૭ કિ.મી. પ્રતિ કલાક પવનની ઝડપ રહી હતી.

કયાં કેટલી ઠંડી-ભેજ

શહેર

લઘુતમ તાપમાન

ભેજ

ગિરનાર પર્વત

૪.૬ ડિગ્રી

-

નલીયા

૮.૫ ડિગ્રી

૮૧ ટકા

ગાંધીનગર

૯.૫ ડિગ્રી

૫૫ ટકા

જુનાગઢ

૯.૫ ડિગ્રી

 -

જામનગર

૯.૬ ડિગ્રી

૮૯ ટકા

કડલાએરપોર્ટ

૧૦.૧ ડિગ્રી

૭૨ ટકા

અમદાવાદ

૧૦.૪ ડિગ્રી

૬૫ ટકા

રાજકોટ

૧૦.૬ ડિગ્રી

૫૧ ટકા

દિવ

૧૦.૮ ડિગ્રી

૮૨ ટકા

મહુવા

૧૦.૯ ડિગ્રી

૬૨ ટકા

વડોદરા

૧૧.૦ ડિગ્રી

૬૯ ટકા

ભાવનગર

૧૨.૯ ડિગ્રી

૬૧ ટકા

પોરબંદર

૧૨.૧ ડિગ્રી

૬૫ ટકા

સુરેન્દ્રનગર

૧૨.૨ ડિગ્રી

૫૭ ટકા

(3:28 pm IST)