Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

જુનાગઢઃ પાવર ચોરીના ૧૬ લાખ વસુલવા વિજકંપની દ્વારા થયેલ દાવો નામંજુર

જુનાગઢ તા. ૮ : ૧૭ વર્ષ પુર્વે વંથલી તાલુકાના ખોરાસા ગામની તિરૂપતી ઓઇલ ઇન્ઙમાં પાવર ચોરી થતી હોવાના કેસ સાથે પશ્ચિમ ગુજરાત વિજ કંપનીએ કોર્ટમાં દાવો કરેલ દાવો કોર્ટે રદ કરેલ છે.

આ કેસની વિગત એવી છે કે, પશ્ચિમ ગુજરાત વિજ કાુ. કે, જે પહેલા જીઇબી તરીકે ઓળખાતી હતી. તેમણે વંથલી તાલુકાના ખોરાસા ગામે આવેલ તિરૂપતિ ઇન્ડ. નામની તેલની પેઢીને ત્યાં પોરબંદરની વિજ ચેકિંગ સ્કવોર્ડ દ્વારા તા.૧૮-૧ર-૯૯ના રોજ ચેકિંગ કરેલ અને તે અંગેનું રોજકામ તથા કેલ્કયુલેશન સીટ વિગેરે તૈયાર કરી રૂ.૧પ,૯૩,૧૯પની પાવર ચોરીની રકમ ભરવાનું તિરૂપતિને બીલ આપેલ જે રકમ ન ભરતા વીજ કંપનીએ કોર્ટમાં આ રકમ વ્યાજ સહિત વસુલ  મળવા માટે તિરૂપતી ઇન્ડ વિરૂધ્ધ વર્ષ ર૦૦૧માં દિવાની દાવો કરેલ જેની સુનાવણી જુનાગઢના એડી. સીની. સિવિલ જજશ્રી ૫રમાર મેડમની કોર્ટમાં હાથ ધરાયેલ ત્યારે તિરૂપતિ ઇન્ડ. તરફે જુનાગઢના ધારાશાસ્ત્રીશ્રી મનોજ દવેએ પશ્ચિમ ગુજરાત વિજ કાુ.ના નિયમો તથા પુરાવાના કાયદા તથા હકીકતો પરની દલીલ કરી તેનેલગતા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ રજુ કરેલ તેને કોર્ટે માન્ય રાખી પશ્ચિમ ગુજરાત વિજ કાુ.નો દાવો રદકરેલ છે.

(11:53 am IST)