Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

કચ્છ સરહદ નજીક સેટેલાઈટ ફોનના સિગ્નલ મળતા ખળભળાટ

ખાવડાથી લખપત વચ્ચે 'નાપાક હરકત' મુદ્દે તપાસનો ધમધમાટ

ભૂજ, તા. ૮ :. દેશની સુરક્ષાને લગતા મહત્વના સવાલો અને તે સંદર્ભે સલામતી એજન્સીની ચિંતામાં વધારો કરતા કચ્છમાં બનેલા બનાવે ફરી એક વખત ખળભળાટ સજર્યો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાનને જોડતી કચ્છ સીમાએ સંવેદનશીલ વિસ્તાર ખાવડા અને લખપત નજીક સેટેલાઈટ ફોનના સિગ્નલો ઝડપાયા છે. ગઈકાલે સાંજે ૬ વાગ્યાના અરસામાં ટ્રેસ થયેલા આ સિગ્નલો કાલે સાંજે ૫.૪૫ વાગ્યે રણકાંધીના ખાવડા અને લખપતની સરહદી સીમાએ ૨૫૦ મીટરની અંદર ટ્રેસ થયા હોવાનું જાણવા મળે છે.

જો કે પોલીસ અને સલામતી એજન્સીઓ આ સંદર્ભે કોઈ માહિતી આપવા તૈયાર નથી. આ જ વિસ્તારોમાં આથી અગાઉ પણ સેટેલાઈટ પુરાયા ફોનના સિગ્નલો મળી ચૂકયા છે.

પરંતુ તેના તાણાવાણા શોધવામાં કેન્દ્રીય અને રાજ્યની તમામ સુરક્ષા એજન્સીઓ નિષ્ફળ રહી છે. હવે ફરી એકવાર કચ્છ સરહદે 'નાપાક' હરકત ધ્યાને આવી છે.

ત્યારે સેટેલાઈટ ફોન અને તેનો ઉપયોગ કરનારા 'નાપાક' તત્વોની ગરદન ઉપર કાયદાનો  ગાળીયો ફસાય  એવુ  ઈચ્છીએ. (૨-૬)

(11:53 am IST)