Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

ઉપલેટા કોટેજ હોસ્પિટલમાં રોગ નિદાન કેમ્પમાં દર્દીઓને અપાતી મેડીકલ સર્જીકલ સેવા

અત્યાર સુધીમાં ૪પ૦ દર્દીઓની સર્જરી કરીઃ રવિવાર રસી કરણ કેમ્પ સંપન્ન

ઉપલેટા કોટેજ હોસ્પિટલમાં સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા આયોજીત મેગા મેડીકલ સર્જીકલ કેમ્પમાં ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટના પ્રમુખ ઉકાભાઇ સોલંકી (યુ. એસ. એ.) નગરપાલીકા પ્રમુખ રણુભા જાડેજા, જીલ્લા ભાજપ અગ્રણી રાજાભાઇ સુવા, નારણભાઇ ચંદવાડીયા, ઉષાબેન માકડીયા, પ્રવિણસિંહ વાઘેલા, વગેરે ઉપસ્થિત રહ્યા હતા તે પ્રસંગની તસ્વીર.

 

ઢાંક તા. ૮ :.. ગુજરાત સરકારશ્રીના આરોગ્ય વિભાગની સરકારી કોટેજ હોસ્પિટલ ઉપલેટા ઇન્ડીયન મેડીકલ એસો. ઉપલેટા, બ્રાંચ શ્રી ઉમીયા માતાજી મંદિર ટ્રસ્ટ સીદસર, ભાંડુપ કોમ્યુનીટી વેલ્ફેર સોસાયટી મુંબઇ, શ્રી જેરામભાઇ રાણીંગા, ચેરીટેબલ ટ્રસ્ટ ઉપલેટા અંજુમને હિમાયતુલ ઇસ્લામ ટ્રસ્ટ ઉપલેટાના સંયુકત ઉપક્રમે શ્રીમતી સુધાબેન તથા શ્રી પ્રવિણભાઇ ગોવિંદભાઇ આરદેશણા પરિવાર તલગણા (યુએસએ) ના સૈજન્યથી મેડીકલ તથા સર્જીકલ તા. ૭-૧-૧૮ સુધી કેમ્પનું ભવ્ય આયોજન સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.

૧૭ મો મેગા મેડીકલ અને સર્જીકલ કેમ્પ ર૦૧૮ નો હાલમાં ચાલુ છે. જેમાં ગરીબ દર્દીઓને વિનામુલ્યે ઓપરેશન કરી આપવામાં આવે છે. જરૂરીયાત મંદ દર્દીઓને ચેક-અપ કરી દવા પણ ફ્રી આપવામાં આવે છે. દર્દી તથા તેમની સાથે આવેલ વ્યકિતને ભોજનની વ્યવસ્થા જેરામભાઇ રાણીંગા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે.

આ કેમ્પમાં સૌરાષ્ટ્ર તથા મુંબઇથી સ્પેશીયાલીસ્ટ ડોકટરોની ટીમ આશરે ૪પ૦ ની આસપાસ સર્જરી કરવામાં આવેલ છે.

કેમ્પનું સંચાલન ટ્રસ્ટના પ્રમુખશ્રી ઉકાભાઇ સોલંકી (યુએસએ) તેમજ ડો. પીયુષભાઇ ટોલીયા, ના માર્ગદર્શન મુજબ કરવામાં આવે છે. આ કેમ્પમાં દેશ-વિદેશથી પધારેલ ખ્યાતનામ ડોકટરશ્રીઓ પોતાની માનદ સેવાઓ આપશે. ઉપલેટા સહિત આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારોના ગરીબ દર્દીઓ માટે આશીર્વાદરૂપ છે. તેમજ તા. ૭-૧ ને રવિવારે સવારે ૧૦ થી સાંજના ૪ વાગ્યા સુધી મહારસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

આ કેમ્પમાં અંજુમને હિમાયતુલ ઇસ્લામ, શ્રી ધીરજલાલ ઓતમચંદ દોશી અને શ્રીમતી રૂપીબેન જીવાભાઇ સોલંકી (યુ.એસ.એ.) ના સહયોગથી ત્રણ પ્રકારની અલગ-અલગ રસી વિના મુલ્યે મુકવામાં આવશે જે ૯ થી ૧પ વર્ષના બાળકોને મુકાવી શકે છે. જયારે બહેનો માટે જે રસી ૧૧ વર્ષથી ઉપરની તમામ બહેનો મુકાવી શકે છે. ૯ થી ૧પ  વર્ષના બાળકોને મુકવામાં આવે છે. જેના ડોઝથી ત્રણ વર્ષ સુધી ટાઇફોઇડ સામે રક્ષણ મળે છે.

સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટના સેક્રેટરી ભરતભાઇ સોજીત્રાએ જણાવ્યું હતું કે ૧૭ મો મેગા મેડીકલ તથા સર્જીકલ કેમ્પમાં મોટી સંખ્યામાં જરૂરીયાત મંદ દર્દી લાભ લઇ રહ્યા છે. (પ-૭)

(10:44 am IST)