Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

સુચનાનુ પાલન ન કરતા ગોંડલ ડેપો મેનેજર પણ સસ્પેન્ડ

ગોંડલ તા. ૮ : બે દિવસ પહેલા તાલુકાના શિવરાજગઢ ગામે રાત્રિ રોકાણ કરતી રાજકોટ શિવરાજગઢ રૂટની બસ નંબર જીજે ૧૮ ૬૯૬૮ ને કોઈએ આગ ચાંપી દઈ સળગાવી દેવામાં આવી હતી બાદમાં ડ્રાઇવર ડાયાભાઇ કોતરા અને કંડકટર ભલજી ભાઈ સરવૈયા ને ડેપો તંત્ર દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

વાસ્તવમાં એસ.ટી.વિભાગ દ્વારા છેલ્લાં ચાર દિવસથી ચાલી રહેલ દલિત આંદોલનના સંદર્ભે દરેક ડેપોને સૂચનાઓ આપી હતી કે એસટી બસોને એસટી ડેપોએ પરત લાવવા અથવા નજીકના પોલીસ સ્ટેશનને રાખવાનું જણાવાયું હતું તેમ છતાં ગોંડલના એસ.ટી.ડેપો મેનેજર સંજયભાઈ પરમાર દ્વારા સૂચનાનું પાલન કરવામાં ન આવ્યું હોય તેઓની બેદરકારીના કારણે એસટી વિભાગને રૂ ૫૦,૦૦૦ નુકશાન થવા પામ્યું હોય ગુજરાત રાજય વાહન વ્યવહાર નિગમ જનરલ મેનેજર દ્વારા સંજયભાઇ પરમારને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

(10:44 am IST)