Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

'કરૂણા અભિયાન' અંતર્ગત જામનગર જિલ્લામાં હેલ્પલાઇન સેન્ટર કાર્યરત

પતંગના દોરાઓથી પક્ષીઓને થતી ઇજાઓ તથા મૃત્યુના બનાવો અટકાવવા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૮ : ચાલુ વર્ષે પક્ષીઓને ઇજાના અને મૃત્યુના બનાવોના નિવારણ તેમજ પક્ષીઓને બચાવવાના હેતુથી જરૂરી કાર્યવાહી સઘન અને સુયોજીત રીતે થઇ શકે તે હેતુસર રાજયમાં કરૂણા અભિયાન-૨૦૧૮ તા.૧૦/૦૧/૨૦૧૮ થી તા.૨૦/૦૧/૨૦૧૮ના સમયગાળા દરમ્યાન હાથ ધરવાનુ નક્કી થયેલ છે.

 

આ કરૂણા અભિયાન અંતર્ગત વન વિભાગ, જામનગર દ્વારા ઉપરોકત સમયગાળા દરમ્યાન કોઇપણ પક્ષીને ઇજા પહોચે તો તેની સારવાર તાત્કાલીક મળી રહે તે હેતુથી હેલ્પલાઇન સેન્ટર ખોલવામાં આવશે અને તેને લગત ટીમ તૈયાર રાખવામાં આવશે.         લોકોએ સવારે ૯.૦૦ કલાક પહેલા અને સાંજના ૫.૦૦ કલાક પછી પતંગ નહી ઉડાડવા કારણ કે આ સમયે પક્ષીઓ પોતાનો માળો મુકી ખોરાકની શોધમાં જતા હોય છે. આ બાબતે લોકોને પોતાની જાગૃતતા બતાવવા અને ચાઇનીઝ તુક્કલ તેમજ ચાઇનીઝ માંઝા/ પ્લાસ્ટીકના દોરીના ઉપયોગ માટે પ્રતિબંધ મુકવામાં આવેલ છે.  જેની જાહેર જનતાએ નોંધ લઇ આ બાબતે ચુસ્તપણે પાલન કરી સહયોગ કરવા અપીલ કરવામાં આવે છે. 

ઉત્ત્।રાયણ ઉત્સવ ૨૦૧૮ દરમ્યાન વન વિભાગ દ્વારા ઘાયલ પક્ષીઓની સારવાર કરવા માટે જામનગર જીલ્લામાં જામનગરમાં રેન્જ ફોરેસ્ટ ઓફીસરની કચેરી, ગંજીવાડા નાગનાથ નાકા પાસે, મો.૯૪૨૬૯૯૪૧૧૩, રેન્જ ફોરેસ્ટ ઓફીસરની કચેરી, પક્ષી અભ્યારણ રેન્જ, ગંજીવાડા નાગનાથ નાકા પાસે, મો.૯૯૧૩૫૩૮૪૮૪, રેન્જ ફોરેસ્ટ ઓફીસરની કચેરી, સામાજીક વનીકરણ રેન્જ, ગંજીવાડા નાગનાથ નાકા પાસે, મો.૯૪૨૭૫૫૭૭૫૯, લાલપુરમાં રેન્જ ફોરેસ્ટ ઓફીસરની કચેરી, ફોરેસ્ટ કોલોની મો. ૯૬૦૧૮૩૧૧૧૧, લાલપુરમાં રેન્જ ફોરેસ્ટ ઓફીસરની કચેરી, સામાજીક વનીકરણ રેન્જ, ફોરેસ્ટ કોલોની, મો.૯૯૨૫૧૬૨૯૮૫, ધ્રોલમાં ફોરેસ્ટ કોલોની રાજકોટ હાઇ-વે, મો. ૯૯૨૫૨૫૭૮૭૬,

ધ્રોલમાં રેન્જ ફોરેસ્ટ ઓફીસરની કચેરી, ફોરેસ્ટ કોલોની મો.૭૮૭૪૯૯૩૩૬૪, જામજોધપુર ખાતે રેન્જ ફોરેસ્ટ ઓફીસરની કચેરી, ગંજીવાડા, પાટણ રોડ, મો.૯૪૨૭૨૪૧૨૭૦, જામજોધપુર ખાતે રેન્જ ફોરેસ્ટ ઓફીસરની કચેરી, સામાજીક વનીકરણ રેન્જ, ગંજીવાડા, પાટણ રોડ, મો.૯૮૨૫૫૨૪૩૦૨, કાલાવડમાં રેન્જ ફોરેસ્ટ ઓફીસરની કચેરી, સામાજીક વનીકરણ રેન્જ, ભગવતીપરા મો.૯૪૨૭૪૨૩૦૨૫, જોડીયામાં રેન્જ ફોરેસ્ટ ઓફીસરની કચેરી, ફોરેસ્ટ કોલોની તાલુકા પંચાયતની બાજુમાં, મો. ૮૯૮૦૦૨૯૩૨૫ ખાતે હેલ્પલાઇન શરૂ કરવામાં આવેલ છે. લોકોને તેમજ આ પક્ષી બચાવ કાર્ય સાથે સંકળાયેલા રિશ્પોન્સ સેન્ટર, સ્વૈચ્છિક સંસ્થાઓએ ઉપરોકત હેલ્પલાઇન સેન્ટરનો સંપર્ક સાધવા જિલ્લા વાઇલ્ડ લાઇફ વોર્ડન અને નાયબ વન સંરક્ષકશ્રી, જામનગર વન વિભાગની યાદીમાં જણાવાયુ છે.

(10:43 am IST)