Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

રાણાવાવ કામે જવું હોઇ ટ્રેન ઉપડી જતાં દોટ મુકી ને...

વેરાવળમાં ચાલતી ટ્રેનમાં ચઢવા જતાં પડી જતાં દલિત યુવાનને ગંભીર ઇજા

રાજકોટ તા. ૮: ગીરના સુત્રાપાડા તાબેના પ્રેમજીભાઇ ચીનાભાઇ વાજા (ઉ.૩૫) નામના દલિત યુવાનને સોમનાથ રેલ્વે સ્ટેશને ટ્રેનમાં ચઢવા જતાં પડી જતાં માથા-શરીરે ઇજા થતાં વેરાવળ, જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ છે.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે વેરાવળ પોલીસને જાણ કરી હતી. પ્રેમજીભાઇ કારખાનામાં મજૂરી કરે છે. તેને સંતાનમાં ત્રણ માસનો પુત્ર છે. ગઇકાલે તેને રાણાવાવ મજૂરીએ જવું હોઇ રેલ્વે સ્ટેશને પહોંચ્યા ત્યારે ટ્રેન ઉપડી જતાં ચાલુ ટ્રેનમાં ચઢવા જતાં પડી જતાં ઇજાઓ થઇ હતી. હાલ સારવાર હેઠળ છે. (૧૪.૬)

(10:43 am IST)