Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

હડમતાલામાં વોટર હિટરમાંથી વિજકરંટ લાગતાં લિમડીના દશરથ ઠાકોરનું મોત

પિત્રાઇ ભાઇ સાથે રહી કારખાનામાં મજૂરી કરતો'તો

રાજકોટ તા. ૮: મુળ લીમડીના વતની અને દસેક વર્ષથી કોટડા સાંગાણીના હડમતાલા જીઆઇડીસીમાં પિત્રાઇ ભાઇઓ સાથે રહી કારખાનામાં કામ કરતાં દશરથ હરેશભાઇ કટોણા (ઉ.૧૮) નામના ઠાકોર યુવાનને સાંજે આઠેક વાગ્યે રૂમમાં વોટર હિટરથી પાણી ગરમ કરતો હતો ત્યારે વિજકરંટ લાગતાં મોત નિપજ્યું છે.

 

દશરથ સાંજે કામેથી ઘરે આવ્યા બાદ રૂમમાં પાણી ગરમ કરતો હતો ત્યારે વોટર હિટરમાંથી જોરદાર જાટકો લાગતાં બેભાન થઇ જતાં શાપર ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલચોકીના સ્ટાફે કાગળો કરી કોટડા સાંગાણી પોલીસને જાણ કરી હતી. દશરથના મૃતદેહને અંતિમવિધી માટે વતન લિમડી લઇ જવાયો હતો. યુવાન પુત્રના મોતથી ઠાકોર પરિવારમાં શોક છવાઇ ગયો હતો. (૧૪.૬)

(10:43 am IST)