Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

જુનાગઢમાં હજાર રૂપરડીની ઉઘરાણી કરવા જતાં મુસ્લિમ પિતા-પુત્ર સહિત ચારની હત્યાનો પ્રયાસઃ દેવીપૂજકોનું ટોળુ તૂટી પડ્યું

કાળુભાઇ મકરાણી, તેના પુત્ર મુનિર, સાઢુ રફિકભાઇ અને સાળા જાવિદ દલને રાજકોટ ખસેડાયાઃ ગોૈતમ દેવીપૂજક, બકુલ દેવીપૂજક, સચીન દેવીપૂજક અને ગોૈતમના ત્રણ ભાઇઓ સામે ગુનો નોંધાયો

ઘાયલ પૈકીના મુનિર મકરાણી, રફિકભાઇ અને જાવીદભાઇ સારવાર હેઠળ છે (ફોટો- અશોક બગથરીયા)

 

રાજકોટ તા. ૮: જુનાગઢમાં મોબાઇલ ફોનના લેણા નીકળતાં રૂ. એક હજારની ઉઘરાણી બાબતે મુસ્લિમ આધેડને દેવીપૂજક શખ્સોએ વાત કરવા બોલાવતાં આ આધેડ, તેના પુત્ર, સાઢુ અને સાળા કામદાર સોસાયટીમાં જતાં દેવીપૂજક શખ્સોનું ટોળુ તલવાર, ધારીયા, પાઇપથી તૂટી પડતાં ચારેયને ગંભીર ઇજાઓ થતાં જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. એકને વધુ ઇજા હોઇ અહિથી મધુરમ્માં દાખલ કરાયા છે. જુનાગઢ પોલીસે હત્યાની કોશિષ અને રાયોટીંગની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

હુમલામાં ઘાયલ જુનાગઢ દાતાર રોડ પર ડો. કોઠીયાના દવાખાના પાસે રહેતાં   કાળુભાઇ સીદીભાઇ મકરાણી (ઉ.૪૫), તેના પુત્ર મુનિર કાળુભાઇ મકરાણી (ઉ.૨૩), સાઢુ રફિકભાઇ ઓસમાણભાઇ મકરાણી (ઉ.૫૦) અને સાળા જાવ્દિ તારમહમદ દલ (ઉ.૪૦)ને જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલમાં દાખલ કરાયા છે. જેમાંથી કાળુભાઇને વધુ ઇજા હોઇ મધુરમ્ હોસ્પિટલમાં ખસેડાયા છે.

રફિકભાઇના કહેવા મુજબ કાળુભાઇ ખેતી કરી ગુજરાન ચલાવે છે. તેણે અગાઉ ગોૈતમ દેવીપૂજકને મોબાઇલ ફોન આપ્યો હોઇ તેના રૂ. ૧ હજાર લેવાના હતાં. આ પૈસાની કાળુભાઇએ ઉઘરાણી કરતાં ગોપાલ-ગોૈતમે ફોન કરી કામદાર સોસાયટીમાં પોતાના ઘર પાસે આવીને લઇ જવાનું કહેતાં કાળુભાઇ, તેનો પુત્ર, સાઢુ અને સાળો ત્યાં ગયા હતાં. પરંતુ અગાઉથી જ પ્લાન ઘડીને બેઠેલા દેવીપૂજક શખ્સોએ સશસ્ત્ર હુમલો કરી ચારેયને માથા-હાથ-પગ-શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.

જુનાગઢના પ્રતિનિધી ભરતભાઇ...ના કહેવા મુજબ આ બારામાં જુનાગઢ પોલીસે હત્યાની કોશિષ અને રાયોટની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. જેમાં આરોપી તરીકે ગોપાલ બકુલ દેવીપૂજક, બકુલ હરજી, સચીન દેવીપૂજક અને ગોૈતમના ત્રણ ભાઇઓના નામ આપ્યા છે. જેની શોધખોળ થઇ રહી છે. (૧૪.૬)

(10:42 am IST)