Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

હળવદ સ્વામીનારાયણ મંદિરની વાડીમાં રામ પરાયણ જ્ઞાનયજ્ઞ સંપન્ન

હળવદ તા.૬ : શ્રી લક્ષ્મીનારાયણ મંદિરની વાડીમાં આવેલા સંકટ મોચન હનુમાનજીની જગ્યામાં શ્રીરામ પારાયણ જ્ઞાનયજ્ઞ યોજાઇ ગયો. આ રામકથા મહામંડલેશ્વર શ્રી યોગેશ્વર ૧૦૦૮ શ્રી બાલકદાસજી મહારાજની ર૭મી પુણ્યતિથિ નિમિતે લક્ષ્મીનારાયણનું આયોજન મંદિરના સેવક ગણ દ્વારા કરવામાં આવ્યુ હતુ.

વ્યાસપીઠ ઉપર લક્ષ્મીનારાયણ મંદિરના મહંત દિપકદાસજી બાપુએ બિરાજી સરળ શૈલીમાં કથાનું રસપાન કરાવ્યુ હતુ.

કથાના મુખ્ય યથમાન શંકરભાઇ નારાયણભાઇ દલવાડી હતા. જયારે બીજી પોથીના યજમાન માલણયાદના દેવજીભાઇ રહ્યા હતા. રામ પારાયણ યજ્ઞમાં ચરણપાદુકા પુજન, રામવનવાસ, તુલસી વિવાહ, લંકા કાંડ જેવા વિવિધ પ્રસંગો વર્ણવાયા હતા.

આ કથાનું રસપાન કરવા મોટી સંખ્યામાં ભકતો જોડાયા હતા તેમજ હળવદના લાલજી મહારાજની જગ્યાના મહંતશ્રીએ નવે-નવ દિવસ હાજર રહ્યા હતા.(૩-૧)

 

(9:48 am IST)