Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

જુનાગઢના ચિત્રકારનુ ગોવામાં પ્રદર્શન

જુનાગઢ : ગોવા કલા અકાદમી ગેલેરીમાં ગુજરાતના ૩૯ જેટલા આર્ટીસ્ટોનું ચિત્ર અને ફોટો પ્રદર્શન ખુલ્લુ મુકાયું છે. આ કલાકારોમાં જુનાગઢના ચિત્રકાર શબનમ ડામરના પણ ચાર ચિત્રો મુકાયા છે. શબનમે અલગ-અલગ ધર્મનો સંદેશો આપતા ચિત્રો અહીંની ગેલેરીમાં મુકયા છે. જેમાં બુધ્ધા, ઇસુ, રાધાક્રિષ્નનો સમાવેશ થાય છે. આ પ્રદર્શનનું આયોજન કલાસંઘ ભાવનગર દ્વારા કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનને કાર્તિક કશ્યપ એસપી ગોવાના હસ્તે ખુલ્લુ મુકાયુ હતું. શબનમે આ જુનાગઢનું ગૌરવ વધારેલ છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ)(૨૧.૩)

(9:47 am IST)