Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

દેવભુમી દ્વારકા પણ દેશભરની સાથે સ્વચ્છતા ઝૂંબેશમાં જોડાયુ

દેશભરની પેર્ટન મુજે ૧૦મી માર્ચ સુધી સતત સ્વચ્છતા સર્વેક્ષણ કરાશે

દેવભૂમી તા. ૮ : સમગ્ર ભારતના ૪૦૪૧ જેટલા શહેરોમાં આજથી શરૂ થયેલા અને ૧૦મી માર્ચ સુધી ચાલનારા સ્વચ્છતા સર્વેક્ષણમાં દેવભુમિ દ્વારકા શહેર પણ જોડાયું છે અને આજથી લગભગ બે માસ સુધી સ્વચ્છતા ઝંૂબેશ દ્વારા લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃકતા

કેળવી સ્વસ્થ અનેનિરોગી રહેવા તથા સર્વેક્ષણમાં અગ્રક્રમે લાવવા દ્વારકા નગરપાલીકા દ્વારા ઓનલાઇન સ્વચ્છતા એપ દ્વારા ઓનલાઇન ફરીયાદ કરી ત્વરિતમાં સ્વચ્છતાલક્ષી ફરીયાદ નિવારણ સહિત વિવિધ સ્તરે સ્વચ્છતા ઝૂંબેશ હાથ ધરી છે.

દ્વારકાવાસીઓને પાલીકા  દ્વારા અપીલ

દ્વારકા નગરપાલીકા દ્વારા દ્વારકાવાસીઓને સ્વચ્છતા અંગેના રાષ્ટ્રીય મીશનમાં જોડાઇ શહેરમાં સ્વચ્છતા જળવાય તેવી માનસિકતા કેળવતા સુચનો કર્યા છે. જેમાં જાહેર રસ્તા પર કચરો ન ફેંકી માત્ર ડસ્ટબીનમાં જ કચરો ફેંકવો, જાહેરમાં ગંદકી ન કરવી, ચા-પાનવાળાની દુકાનોએ ફરજીયાત કચરા પેટી રાખવી, ઘરમાં ભીના-સુકા કચરા માટે બે કચરા પેટી રાખીડોર-ટુ-ડોર કચરો લેવા આવતા કામદારોને સહાય કરવા જેવા સુચનો કરાયા છે.

(9:46 am IST)