Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

સુરેન્દ્રનગર સ્વચ્છ અને ચોખ્ખુ રાખવા વેપારીઓ - દુકાનદારોને સહયોગ આપવા અપીલ

વઢવાણ - સુરેન્દ્રનગર તા. ૮ : સુરેન્દ્રનગર શહેર ચોખ્ખુ અને સ્વચ્છ દેખાતું હતું. સુરેન્દ્રનગરના શહેરીજનો પોતાનું આવું સ્વચ્છ શહેર જાઈને આનંદીત થયા હશે. તેવું પ્રોબેશનરી કલેકટરશ્રી રવિન્દ્ર ખતાડેએ જણાવ્યું છે.

જા આવું સ્વચ્છ શહેર દરરોજ જાવું હોય તો શહેરના વેપારીઓ સ્વચ્છતા ઝૂંબેશમાં સહભાગી થાય તે જરૂરી છે. દરેક વેપારી ભાઈઓએ તેમની દુકાનના કચરા માટે ડસ્ટબીન રાખવા જાઈએ અને તેમાં જ કચરો નાખવો જાઈએ

સુરેન્દ્રનગરના શહેરીજનોએ અને વેપારીઓએ જા અમદાવાદ, વડોદરા અને સુરત શહેર જેવા જાવા ઈચ્છતા હોઈએ વેપારીઓએ દુકાનમાં ડસ્ટબીન અવશ્ય રાખવી જાઈએ કચરો જાહેર રોડ પર ન નાખવો જાઈએ. અને સ્વચ્છતા અભિયાનમાં સ્થાનિક તંત્રને સાથ અને સહકાર આપવા અનુરોધ શ્રી ખતાડેએ કર્યો છે.

(9:06 am IST)