Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

ગીર સોમનાથ જિલ્લામાં દૂધમાં પાણી ભેળવવાના ૩૩ નમૂના ફેઇલ

વેરાવળ તા. ૮ : ગીર સોમનાથ વિસ્તારની ફૂડ એન્ડ ડ્રગ ઓફિસના અધિકારીઓ - કર્મચારીઓ દ્વારા તાલાલા વેરાવળની દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ આવેલ છે ત્યાં રીક્ષાઓ ભરી દૂધ મંડળીઓમાં દૂધ લઇ આવતા હોય છે તેવા ૧૨૬ દૂધના સેમ્પલો મોબાઇલ લેબમાં ચેક કરતા ૩૩ સેમ્પલ નિષ્ફળ ગયેલ હતા.

અધિકારીઓએ જણાવેલ હતું કે, દૂધમાં જે ફેટ હોવો જાઇએ તેનાથી ઓછું હતું અને દૂધમાં પાણીનું પ્રમાણ વધારે જાવા મળેલ હતું તેથી તમામ મંડળીઓને સુચનાઓ આપી દેવાયેલ છે અને ભવિષ્યમાં ફરી પાછા નમૂના નિષ્ફળ જશે તો કડક હાથે કામગીરી ધરવામાં આવશે તેવું જણાવેલ હતું.

(9:06 am IST)