Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

રાજુલામાં ત્રણ પતાપે્રમી મહિલા ઝડપાઇ

અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાયબ પોલીસ અધિક્ષક  એેચ.બી.વોરાએ અમરેલી જિલ્લામાંથી જુગાર/દારૃની બદી દુર કરવાં માટે  માર્ગદર્શન આપેલ હતુ. જે અન્વયે  પો.ઇન્સ એ.એમ.દેસાઇ  રાજુલા  પો.સ્ટે.ની  સુચના  નીચે ટાઉન  બીટ  ઇન્ચાર્જ  બી.એમ.વાળા  તથા  સર્વેલન્સ  સ્કોડના બી.એસ.ચોવટીયા  તથા  હેઙ.કોન્સ સંજયભાઇ  કનુભાઇ  ઘાંઘળ તથા  પો.કોન્સ રોહિતભાઇ કાળુભાઇ પરમાર તથા મિતેશભાઇ કનુભાઇ વાળા તથા પો.કોન્સ પરેશભાઇ  મનુભાઇ  તથા  લોકરક્ષક  ભારતીબેન  નરશીભાઇ  પરમારનાઓએ  રાજુલા  ટાઉન તત્વ જયોતિ  વિસ્તારમાં  જાહેરમાં  હારજીતનો   જુગાર  રમતી  ત્રણ મહિલાઓને રોકડા રૃ.૧૨,૪૩૦/-ના  મુદામાલ સાથે  પકડી  પાડી  તેઓના  વિરૃધ્ધમાં  રાજુલા  પો.સ્ટે.માં  જુગારધારાની  કલમ  હેઠળ  ગુન્હો  દાખલ   કરી  (૧) સવિતાબેન વા/ઓ ભરતભાઇ રાઘવભાઇ માળી ઉ.વ.૫૨ ધંધો.ઘરકામ  (૨) તેજલબેન ડો/ઓ ભરતભાઇ રાઘવભાઇ માળી ઉ.વ.૨૨  ધંધો.ઘરકામ (૩) મહેરૃનબેન વા/ઓ હનિફભાઇ અયુબભાઇ  શેખ  ઉ.વ.૫૦  ધંધો. ઘરકામ સામે કાર્યવાહી કરી છે.

(1:13 pm IST)