Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

જૂનાગઢ આશાદીપ ચેરીટેબલ ફાઉન્‍ડેશન દ્વારા દિવ્‍યાંગ દિવસની ઉજવણી

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ તા. ૭ : આશાદીપ ડે કેર સેન્‍ટરમાં સારવાર અને તાલીમ લેતાં માનસિક દિવ્‍યાંગો માટે પીકનીકનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સકકરબાગ પ્રાણીસંગ્રહાલયની મુલાકાત કરવામાં આવેલ હતી. જયાં પ્રાણીદર્શન હિંચકા - લપસીયા નાસ્‍તો -આઇસ્‍ક્રિમની મજા કરાવી બપોરે હોટલમાં જમાડવામાં આવેલ.

આશાદીપનો બીજો કાર્યક્રમ મ્‍યુનિસિપલ કોર્પોરેશનનાં ત્રીજા માળનાં હોલમાં કરવામાં આવેલ.જે આરોગ્‍ય ખાતા, મહાનગર પાલિકા અંતર્ગતના તમામ અર્બન હેલ્‍થ સેન્‍ટરોનાં ડોકટર્સ અને આશા વર્કર  માટે કરવામાં આવ્‍યો હતો. વિશ્‍વ વિકલાંગ દિવસમાં જાગૃતિ અને માર્ગદર્શન માટે આ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. આ કાર્યક્રમના મુખ્‍ય વકતા આશાદીપનાં ટ્રસ્‍ટી અને સાઇકેકિટ્રસ ડો.સોહમ બુચ હતા. ૧૦૭ લોકોએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો. હાજર રહેલ તમામને ભેટ સોગાદો આશાદીપ તરફથી આપવામાં આવેલ હતી. મહાનગરપાલીકાના હેલ્‍થ ઓફિસર ડો. શૈલેષ ચુડાસમા તથા કો-ઓર્ડિનેટરો તથા સ્‍ટાફે હાજરી આપેલ. બંને કાર્યક્રમનું આયોજન સંચાલક પુર્ણાબેન હેડાવએ કરેલ હતું. કાર્યક્રમ સફળ બનાવવા આશાદીપનાં સભ્‍યોએ જહેમત ઉઠાવી હતી.

(12:39 pm IST)