Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

ધોરાજી જેતપુર નેશનલ હાઈવે પાસે મોટા ગુંદાળા નજીક આવેલ રેસ્ટોરન્ટમાં ઉડ્યા સોશ્યલ ડીસ્ટન્સના ધજાગરા

ધોરાજી: ધોરાજી જેતપુર રોડ મોટા ગુંદાળા નજીક આવેલ એક વોટર પાર્ક રેસ્ટોરન્ટ છેલ્લા ઘણા સમયથી સોશિયલ સાયન્સના ધજાગરા ઊડી રહ્યા છે છતાં પોલીસ ધોરાજી જેતપુર તાલુકાની સંપૂર્ણપણે બંધ છે તે એક સવાલ ઊભો થઈ રહ્યો છે
   એક તરફ કોરોનાએ ધોરાજીમાં માથું ઊંચક્યું છે લોકોને સોશિયલ ડિસ્ટન્સ ,માસ્ક પહેરવા અને સેનીટાઇઝર જેવી બાબતો નું ધ્યાન રાખવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે
માસ્ક ના પહેરનાર પર ધોરાજી જેતપુર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે દંડ વસૂલાતની કાર્યવાહી કરી રહી છે ત્યારે બીજી તરફ ધોરાજી થી 7 કિલોમીટર દૂર  આવેલ મોટા ગુંદાળા નજીક આવેલ એક વોટર પાર્ક રેસ્ટોરન્ટમાં સરકારની ગાઈડના ખુલ્લેઆમ ધજાગરા જોવા મળી રહ્યા છે
જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન હેઠળ આવતા આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે માણસો ભેગા કરી સોશિયલ ડિસ્ટન્સ ના ધજાગરો થઈ રહ્યો હોય તેવુ જાહેરમાં જોવા મળી રહ્યું છે છતાં પોલીસ તંત્ર ની મીઠી નજર હોય તેવું જાહેરમાં જોવા મળી રહ્યો છે
ધોરાજી જેતપુર માં સામાન્ય ગરીબ લોકો જ્યારે માસ્ક વગર નીકળે તો પોલીસ તેમની પાસે રૂપિયા ૧૦૦૦નો દંડ વસૂલ કરે છે અને વાહન ડિટેઇન જેવા કડક હાથે પગલાં લે છે ત્યારે ધોરાજી જેતપુર રોડ ઉપર આવેલ વોટરપાર્ક રેસ્ટોરન્ટમાં ખુલ્લેઆમ સોશિયલ ડિસ્કાઉન્ટનો ભંગ થતો હોય તો પોલીસ કેમ મૌન છે તે પણ એક સવાલ ઉભો થયો છે

(8:43 pm IST)