Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

ધ્રાંગધ્રાના કુડાના રણમાં અગરીયાઓ પ્રતિક ઉપવાસ પર ઉતર્યાઃખાનગી કંપની દ્વારા અગરીયાઓને સસ્તા ભાવે મીઠું વેચવા દબાણ

મીઠું પકવતા ૪૦ પાટાના અગરીયાઓને કંપની પોતાની જમીન હોવાથી મીઠું તેમને જ વેચવું પડશે

વઢવાણ,તા. ૭: ધ્રાંગધ્રાના કુડાના રણમાં અગરીયાઓ પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છે. ખાનગી કંપની અગરીયાઓને સસ્તા ભાવે મીઠું વેચવા દબાણ કરે છે. ખાનગી કંપની દ્વારા અગરીયાઓને પકવેલુ મીઠું નક્કી કરેલા કંપનીને જ વેચાવા દબાણ કરતી હોવાનો અગરીયા દ્વારા આક્ષેપ કરવામા આવ્યો છે. રણમાં મીઠું પકવતા ૪૦ પાટાના અગરીયાઓને કંપની પોતાની જમીન હોવાથી મીઠું તેમને જ વેચવું પડશે તેવુ દબાણ કરે છે.

અગરીયાઓ દ્વારા પકવેલુ મીઠાના ભાવ એક ટનના રૂપીયા ૩૪૦ છે. ત્યારે કંપની રૂપીયા ૧૭૦દ્ગક્ન ભાવે વેચવાનું દબાણ કરે છે. પકવેલુ મીઠું અગરીયાઓને અન્ય જગ્યાએ વેચવા દેવામાં ન આવતા હોવાથી ૪૦ જેટલા પાટાના અગરીયાઓ હાલ પ્રતિક ઉપવાસ પર રણમાં ઉતર્યા હતા.

(3:25 pm IST)