Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

જસદણના શિવરાજપુરમાં તરૂણને વિજશોક લાગ્યોઃ ૧૦૮ની ટીમ ખંભે બેસાડીને એમ્બ્યુલન્સ સુધી લાવી

(વિજય વસાણી દ્વારા)આટકોટ,તા. ૭: જસદણ તાલુકાના શિવરાજપુરમાં તરૂણને વિજ શોક લાગતા ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમ ખંભે બેસાડીને એમ્બ્યુલન્સ સુધી લાવી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ જસદણના શિવરાજપુરમાં અગાસીની છત ઉપર રમી રહેલ સોનું ગોપાલભાઇ આદિવાસી (ઉવ.૧૦)ને વિજકરંટ લાગતા દોડધામ મચી ગઇ હતી.

છત પાસેથી પસાર થતા વીજ વાયરને અડી જતા જોરદાર કરન્ટ લાગતા ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમને બોલાવવામાં આવતા પાયલોટ દેવાયતભાઇ અને ઇએમટી કિશોર બાંભણીયા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

૧૦૮ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ સુધી જઇ શકે તેમ ન હોવાની ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમે ઇજાગ્રસ્ત બાળકને ખંભે ઉંચકીને ૧૦૮ એમ્બ્યુલન્સમાં પહોંચાડીને જસદણ સારવાર માટે ખસેડાયો છે.તાબડતોબ સારવાર મળતા આ તરૂણ ભય મુકત છે.

(2:40 pm IST)