Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

માળિયાના સરવડ ગામે જુગાર રમતા ચાર ઝડપાયા

મોરબી તા. ૭ : જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરા તથા ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ મોરબી સર્કલ પોલીસ ઇન્સ. આઈ એમ કોઢિયાના માર્ગદર્શન હેઠળ પી એસ આઈ એન એચ ચુડાસમા સહિતની ટીમે પેટ્રોલિંગમાં હોય દરમિયાન માળિયા તાલુકાના સરવડ ગામે રામાપીર ચોક નજીક ખુલ્લી જગ્યામાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ત્યાં જુગાર રમતા કાન્તિલાલ વાલજીભાઈ વિરમગામા, રાજેશભાઈ વાલજીભાઈ સરડવા, જયંતીભાઈ દુદાભાઈ મૂછડીયા અને અમૃતલાલ વાલજીભાઈ ચીખલીયાને રોકડ રકમ ૧૩,૭૬૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધાપરાના નાકે દુકાનમાંથી દારૂના જથ્થા સાથે ઝડપાયો

એ-ડીવીઝન પોલીસે બાતમીના આધારે વાઘપરાના નાકે ગુરૂકૃપા શોપીગ સેન્ટરમાં આવેલ ગુરૂકૃપા નામની દુકાનમાં દરોડો પાડીને દુકાનથી વિદેશી દારૂની બોટલ નંગ-૩ કીમત રૂ. ૪૭૭૦ ના મુદ્દામાલ આરોપી દુકાનદાર વિશ્વાસ ઉર્ફે કબીર જીતેન્દ્રભાઇ કુવરીયા (ઉ.વ. ૨૦, રહે. વાવડીરોડ, કબીરધામ આશ્રમ સામે, કબીરપાર્ક શ્રી રામનિવાસ મોરબી) ને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(1:06 pm IST)