Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

બાબરામાં વિદેશી દારૂ અને ધમકીના ગુનામાં ફરાર કેવલ ઉર્ફે એલીવન રાજકોટમાં પકડાયો

માલવીયા નગર પોલીસે કેવલને ખોડીયારનગરમાંથી દબોચ્યો

રાજકોટ,તા.૭ : અમરેલીના  બાબરામાં યુવાનને ફોનમાં ધમકી આપવાના ગુનામાં ફરાર શખ્સને માલવીયાનગર પોલીસે ખોડીયારનગર પાસેથી ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની સૂચનાથી માલવીયાનગર પોલીસ મથકના પી.આઇ. કે.એન. ભુકણના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ મસરીભાઇ, યુવરાજસિંહ, દિગ્પાલસિંહ, ભાવેશભાઇ, રોહીતભાઇ, મહેશભાઇ તથા હિતેષભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે ભાવેશભાઇ, રોહીતભાઇ તથા મહેશભાઇને મળેલી બાતમીના આધારે અમરેલીના બાબરા પોલીસ મથકમાં ધમકીના ગુનામાં ફરાર કેવલ ઉર્ર્ફે એલીવન રાજેશભાઇ રાજપોપટ (ઉવ.૧૯)ને ખોડીયારનગર પાસેથી પકડી લીધો હતો. કેવલે બાબરામાં આશીષભાઇ જોષી નામના પત્રકારને મોબાઇઇ ફોનમાં ધમકી આપી હતી  તે અગાઉ દારૂ અને ધમકીના ગુનામાં પણ પકડાઇ ચૂકયો છે.

(1:04 pm IST)