Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

અમરેલી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ પદે જ્યોત્સનાબેન

સાવરકુંડલા તા. ૭ : ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલની સૂચના અનુસાર અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ કૌશિકભાઈ વેકરીયાએ પોતાની જિલ્લાની ટીમની જાહેરાત કરતા જિલ્લાના ઉપપ્રમુખ તરીકે સીનીયર અને અનુભવી મહિલા જયોત્સનાબેન અગ્રાવતની વરણી કરવામાં આવી છે.

શ્રી જયોત્સનાબેન અગાઉ સાવરકુંડલા શહેર તેમજ અમરેલી જિલ્લામાં વિવિધ પદો ઉપર સારી કામગીરી કરી ચૂકયા છે એટલે ફરી ઉપપ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે. આ વરણીને કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા, સાંસદ નારણભાઇ કાછડીયા, પૂર્વ મંત્રી દીલીપભાઈ સંઘાણી, પૂર્વ મંત્રી વી.વી.વઘાસિયા, ધારાસભ્ય જે વી કાકડીયા, દીપકભાઈ માલાણી, મનજીભાઈ તળાવિયા વિગેરે એ આવકારી અભિનંદન પાઠવેલ હતા.

(1:03 pm IST)