Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

જેતપુરમાંથી મોટર સાયકલની ઉઠાંતરી કરી જૂનાગઢમાં રહેતા મિત્ર મારફતે ભાંગી ભંગારમાં વેંચાણ કરતી બેલડીને ત્રણ મોટર સાયકલ તથા બે મોટર સાયકલનો ભંગાર સાથે ઝડપી લીધા

જૂનાગઢ,તા. ૭: શાંતેશ્વરમાં રહેતો પીયુષ ઉર્ફે પીલો રતીલાલ દેવીપુજક તથા બીલખાનો વિજય મુકેશભાઇ સોલંકી બન્ને જણા સાથે મળીને મોટર સાયકલની ચોરીઓ કરે છે અને અલગ-અલગ જગ્યાએથી મોટર સાયકલ ચોરી કરી આ મોટર સાયકલના સ્પેરપાર્ટ અલગ-અલગ કરી ભંગારમાં વેચી આપે છે. તેવી ઁહકિકત મળતા તુરત પો.સ્ટાફ સાથે જોષીપરા, શાંતેશ્વર શેરી નં.૧૦ના નાકા પાસે તપાસ કરતા પીયુષ ઉર્ફે પીલો રતીલાલ દેવીપુજક તથા વિજય મુકેશ સોલંકી બન્ને જણા હાજર મળી આવેલ અને સદરહું મકાનની જડતી તપાસ કરતા મોટર સાયકલ ખોલી છુટા પડેલા સ્પેર પાર્ટસ તથા ત્રણ મોટર સાયકલ મળી આવતા મજકુર બન્ને ઇસમો પાસે મોટર સાયકલ તથા મોટર સાયકલના ભંગારની મોટર સાયકલના આધારો માંગતા ગલ્લા તલ્લા કરતા સદરહું મુદામાલ બન્ને ઇસમોએ ચોરી અગર તો છળકપટથી મેળવેલાનું જણાઇ આવતા સી.આર.પી.સી.કલમ ૧૦૨ મુજબ કબ્જે કરવામાં આવેલ તેમજ બન્ને ઇસમોને હસ્તગત કરી બી ડીવીજન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ. તેમજ મજકુર ઇસમોની પુછપરછ દરમ્યાન આપવામાં આવેલ કબુલાત નીચે મુજબ છે.

(૧) વિજય સ/ઓ મુકેશભાઇ ઉર્ફે મનસુખભાઇ નાથાભાઇ ઉર્ફે જસાભાઇ સોલંકી દેવિ પૂજક ઉવ.૧૯ ધંધો. મજુરી કામ રહે. ચુનારા વાસ, માળીયા હાટીના  હાલ- બીલખાઉમરાળા રોડ, વસાભાઇ આહીરની વાડીએ.

(૨) પીયુષ ઉર્ફે પીલો રતીલાલ બાબુભાઇ ચીખલીયા દેવિ પુજક ઉવ.ર૧ ધંધો. મજુરી રહે. જુનાગઢ જોષીપરા શાંતેશ્વર શેરી નં.૧૦ હરીશભાઇ સ/ઓ પ્રતાપભાઇ છગનભાઇ ગોહિલ કારડીયા રજપુત ઉવ.૪૯ ધંધો.રીક્ષા ડ્રાઇવીંગ રહે. મુળ ગામ મોરકંડા હાલ રહે. ગુલાબનગર ભાનુ પેટ્રોલપંપ સામે, નરસીભાઇ કુંભારના મકાનમાં ભાડેથી રહે છે.

મજકુર આરોપીઓ દિવસ-રાત્રી દરમ્યાન અન્ય શહેરમાંથી જઇ મોટર સાયકલની ઉઠાંતરી કરી જૂનાગઢ ખાતે લાવી મોટર સાયકલ તોડી ભંગારમાં વેંચી દેવાની એમ.ઓ ધરાવે છે.

વીશેક દિવસ પહેલા વિજય સ/ઓ મુકેશભાઇ ઉર્ફે મનસુખભાઇ નાથાભાઇ ઉર્ફે જસાભાઇ સોલંકી દેવિ પૂજક જેતપુર આંટો મારવા ગયેલ હતો અને ત્યાથી મોડી રાત્રીના જેતપુરથી વીરપુર હાઇવે ઉપર આવેલ રાજા હોટલે ગયેલ હતો ત્યા પંચરવાળાની દુકાને મો.સા. નં. જીજે-૦૩-એફએન- ૧૭૬૩ ની પડેલ હોય. જે મોટર સાયકલની ચાવી તેમાં જ હોય. જેથી મોકો મળતા આ મોટર સાયકલ ચોરી કરેલ છે.

અઢારેક દિવસ પહેલા વિજય સ/ઓ મુકેશભાઇ ઉર્ફે મનસુખભાઇ નાથાભાઇ ઉર્ફે જસાભાઇ સોલંકી દેવિ પૂજક જેતપુર આંટો મારવા ગયેલ હતો ત્યારે જેતપુર કેનાલ બાજુમાં આવેલ સંતોષીનગર વિસ્તારમાં એક મકાનની બહાર મો.સા.નં. જીજે-૦૩-સીએન-૭૫૩૯ ની પડેલ હતી. જે મો.સા.માં સ્ટેરીંગ લોક મારેલ ન હોય. જેથી રાત્રી દરમ્યાન મોટર સાયકલ ની ચોરી કરી થોડે દુર લઇ ગયેલ અને ડાયરેકટ કરી મોટર સાયકલ જુનાગઢ લઇ આવેલ અને પીયુષ ઉર્ફે પીલાને વેચવા આપેલ હતી.

અઢારેક દિવસ પહેલા વિજય સ/ઓ મુકેશભાઇ ઉર્ફે મનસુખભાઇ નાથાભાઇ ઉર્ફે જસાભાઇ સોલંકી દેવિ પૂજક ધોરાજી મક્કા મસ્જીદ પાસે મો.સા. રજી.નં. જીજે-૦૩-એફજે-૦૩૬૧ નંબરના મો.સા.ની ચોરી કરેલ છે. જે મો.સા. ચોરી કરી વેચવા માટે જુનાગઢ પીયુષ ઉર્ફે પીલો ચીખલીયાને વેચવા માટે આપી દિધેલ છે.

પંદરેક દિવસ પહેલા વિજય સ/ઓ મુકેશભાઇ ઉર્ફે મનસુખભાઇ નાથાભાઇ ઉર્ફે જસાભાઇ સોલંકી દેવિ પૂજક જેતપુર ગયેલ હતો ત્યારે જેતપુર નવાગઢ પુલ નિચે આવેલ સોસાયટીમાંથી મો.સા. રજી. નં. જીજે-૧૧-બીજી-૦૨૭૩ ની મોડી રાત્રીના ચોરી કરેલ છે. જે મો.સા.માં હેન્ડલ લોક ના હોય. જેથી થોડે દુર લઇ ડાયરેકટ કરી જુનાગઢ લઇ આવેલ અને પીયુષ ઉર્ફે પીલાને વેચવા માટે આપી દિધેલ હતી.

દશેક દિવસ પહેલા વિજય સ/ઓ મુકેશભાઇ ઉર્ફે મનસુખભાઇ નાથાભાઇ ઉર્ફે જસાભાઇ સોલંકી દેવિ પૂજક તથા પીયુષ ઉર્ફે પીલો રતીલાલ બાબુભાઇ ચીખલીયા દેવિ પુજક બંને જણા જેતપુર ફરવા ગયેલ અને મોડી રાત્રીના જેતપુર જુના પાંચ પીપળા રોડ ઉપર રેલ્વેના પાટા નજીક આવેલ એક સોસાયટીમાં એક મકાનની બહાર મો.સા.નંબર જીજે-૦૩-જે.એ.-૭૮૯૬ ની પડેલ હોય જેમાં સ્ટેરીંગ લોક મારેલ ન હોય જેથી થોડે દુર લઇ જઇ ડાઇરેકટ કરી ચાલુ કરી જુનાગઢ આવી પિયુષના ઘરે વેચવા માટે રાખી દીધેલ હતી.

વિજય મુકેશભાઇ ઉર્ફે મનસુખભાઇ નાથાભાઇ ઉર્ફે જસાભાઇ સોલંકી રહે. હાલ બીલખા વાળો ઉપરોકત મોટર સાયકલ ચોરી કરી વેચવા માટે પીયુષ ઉર્ફે પીલો રતીલાલ ચીખલીયા રહે. જુનાગઢ વાળાને આપેલ હતી અને બંને વચ્ચે નક્કિ થયા મુજબ તમામ મો.સા.ના સ્પેરપાર્ટ અલગ અલગ કરી ભંગારમાં વેચી પૈસાનો ભાગ પાડવાનો હતો. જેથી મો.સા. રજી. નં. જીજે-૦૩-એફએન-૧૭૬૩ તથા જીજે-૦૩-એફજે-૦૩૬૧ ના સ્પેરપાર્ટ કરી અલગ કરી નાખેલ હોવાની હકિકત જણાવેલ છે.

આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના ઇચા.પો.ઇન્સ. એચ.આઇ.ભાટી તથા પો.સ.ઇ. ડી.જી.બડવા તથા વાયરલેસ પો.સ.ઇ. ડી.એમ.જલુ તથા પો.હેડ કોન્સ. વિજયભાઇ બડવા, વિક્રમભાઇ ચાવડા, શબીરખાન બેલીમ, યશપાલસિંહ જાડેજા, જીતેષ એચ મારૂ, નિકુલ એમ,પટેલ તથા પો.કોન્સ. દિપકભાઇ બડવા, ભરતભાઇ સોનારા, દેવશીભાઇ નંદાણીયા, ભરતભાઇ ઓડેદરા, સાહિલભાઇ સમા, ડાયાભાઇ કરમટા, કરશનભાઇ કરમટા, દિવ્યેશકુમાર ડાભી, ભરતભાઇ સોલંકી, જયદિપભાઇ કનેરીયા, દિનેશભાઇ કરંગીયા વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી કરેલ છે.

(1:02 pm IST)