Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

ગિરનાર-૯.૬ ડિગ્રીઃ નલીયા કરતા વલસાડ ઠંડુ

નલીયા-૧પ, વલસાડ-૧ર.પ રાજકોટ-૧૬.૬ ડિગ્રી લઘુતમ તાપમાન : ઠંડીમાં વધઘટ યથાવત

રાજકોટ તા. ૭ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં વધઘટ યથાવત છે આજે ગિરનાર પર્વત ઉપર ૯.૬ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું.

જયારે કચ્છના નલીયા કરતા વલસાડમાં ઠંડીની અસર વધુ અનુભવાય હતી. નલીયામાં લઘુતમ તાપમાન ૧પ ડિગ્રી, વલસાડમાં ૧ર.પ ડિગ્રી નોંધાયુ હતું જયારે રાજકોટમાં ૧૬.૬ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

રાજકોટમાં રવિવારે ન્યુતમ તાપમાન ૧૬.પ ડિગ્રી સેલિયસ નોંધાયું હતું. પણ જેટલી ઠંડી રાતે પડી તેટલી દિવસે અનુભવાઇ ન હતી. કારણ કે, દિવસે મહત્તમ તાપમાન ૩પ.પ ડિગ્રી સેલિયસ જેટલું ઉંચુ ગયું હતું. અમદાવાદ, સુરત અને વડોદરા જેવા મોટા શહેરોમાં પણ પારો ૩પ પર નથી પહોંચ્યો જેથી રાજકોટમાં રવિવારે રાજયમાં સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. ન્યુનતમ તાપમાનની દૃષ્ટિએ વલસાડમાંથી સૌથી ઓછુ ૧૩ ડિગ્રી તાપમાન નોંધાયું છે. દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે ઓખા, દ્વારકા અને વેરાવળમાં ન્યુનતમ તાપમાન ર૦ ડિગ્રી જયારે મહત્તમ તાપમાન ૩૧ ડિગ્રી સેલ્શિયસની નજીક રહ્યું હતું. હવામાન વિભાગ જણાવે છે કે હાલ દક્ષિણ-પૂર્વ દિશામાંથી પવન આવી રહ્યો છે. તેમજ આગામી ૩ દિવસમાં ન્યુનતમ તાપમાનમાં મોટો તફાવત નહિ જોવા મળે.

જુનાગઢ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢઃ જુનાગઢમાં આજે નવા સપ્તાહના પ્રથમ દિવસે ૧૪.૬ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું જયારે ગિરનાર પર્વત ખાતે ૯.૬ ડિગ્રી ઠંડી અનુભાવાઇ હતી.  વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૪ ટકા અને પવનની પ્રતિ કલાકની ઝડપ ર.૧ કિ.મી.ની રહી હતી.(૬.૧૨)

કયાં કેટલી ઠંડી

શહેર

લઘુતમ

તાપમાન

અમદાવાદ

૧૬.૧

ડિગ્રી

ડીસા

૧પ.૪

ડિગ્રી

વડોદરા

૧પ.૪

ડિગ્રી

સુરત

૧૮.૬

 ડિગ્રી

રાજકોટ

૧૬.૬

ડિગ્રી

કેશોદ

૧પ.પ

ડિગ્રી

ભાવનગર

૧૭.૬

ડિગ્રી

પોરબંદર

૧પ.૦

ડિગ્રી

વેરાવળ

ર૦.૧

ડિગ્રી

દ્વારકા

ર૦.૬

ડિગ્રી

અયોધ્યા

રર.૮

ડિગ્રી

ભુજ

૧૮.૬

ડિગ્રી

નલીયા

૧પ.૦

ડિગ્રી

સુરેન્દ્રનગર

૧૮.ર

ડિગ્રી

ન્યુકંડલા

૧૯.૧

ડિગ્રી

કંડલા એરપોર્ટ

૧૬.૭

ડિગ્રી

અમરેલી

૧પ.૦

ડિગ્રી

ગાંધીનગર

૧૪.૦

ડિગ્રી

મહુવા

૧૪.૩

ડિગ્રી

દિવ

૧૬.૭

ડિગ્રી

વલસાડ

૧ર.પ

ડિગ્રી

વલ્લભ વિદ્યાનગર

૧૮.૧

ડિગ્રી

(1:01 pm IST)