Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

વેરાવળ ખારવા વાડામાં ગાંધીનગર વિજીલન્સે વિદેશી દારૂ ઝડપ્યો

 વેરાવળ, તા.૭: ખારવા વાડા માં વિદેશીદારૂ રહેણાંક મકાનોમાં વેચાતો હોય તેથી ગાંધીનગરથી વિજીલન્સ વિભાગના પોલીસે દરોડો પાડેલ હતો તેમાં હીરાબેન નયનભાઈ ખારવા ના ધરમાંથી ર૭પ બોટલ રૂ.૩૦૪૩પની મળી આવેલ હતી બીજા દરોડા માં પાનીબેન જેન્તીભાઈ ખારવાના ઘરમાંથી બોટલ નંગ પ૪ રૂ.૬પ૩૦ નો જથ્થો મળી આવેલ હતો દરોડા દરમ્યાન બન્ને મહીલાઓ સ્થળ ઉપર હાજર ન હોય જેથી પોલીસે ગુનો નોધેલ છે આ વિદેશીદારૂ નો જથ્થો મુસ્તાકઉર્ફે બાઠુ નો હોવાનું બહાર આવતા પોલીસે તપાસ શરૂ કરેલ છે.

વિગત મુજબ જયાં દરોડા પડયા હતા તેની આજુ બાજુ પણ વિદેશી દારૂ ખુલ્લેઆમ વેચાતો હોય તેમ ચર્ચાય રહેલ છે તેમજ બે ધારાસભ્યો દ્રારા ખુલ્લેઆમ જણાવેલ હતું કે દિવ થી આખો ટ્રક ઉના, કોડીનાર, વેરાવળમાં વિદેશીદારૂ ઉતરેલ છે તેમાં કોઈ કામગીરી થયેલ નથી તાજેતરમાં ગીર સોમનાથ જીલ્લો જુનાગઢ જીલ્લામાં રોડ ઉપરથી ટ્રકો તથા અન્યય વાહનોમાં લાખો રૂપીયાનો દારૂ ઝડપાયેલ છે અને તે રાજસ્થાન, દમણ તરફથી રોડ મારફતે આવેલ હોય આખા ગુજરાતની ચેક પોસ્ટ વટાવી ને આ બન્ને જીલ્લામાં વિદેશી દારૂ આવેલ હોય જેથી ગાંધીનગર વિજીલન્સ વિભાગ, આઈ.જી,આર.આર.સેલની કામગીરી થવી જોઈએ તેવી માંગ ઉઠી છે.

(12:59 pm IST)