Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

ભાડલા પોલીસે મદાવા ગામની સીમમાંથી ૨.૫૮ લાખનો વિદેશી દારૂ ઝડપી લીધો

૬૭૨ બોટલ દારૂનો જથ્થો : આરોપી કાળુ જતાપરાની શોધખોળ

રાજકોટ તા. ૭ : ભાડલા પોલીસે મદાવા ગામની સીમમાં રેઇડ કરી ૨.૫૮ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લઇ બુટલેગરની શોધખોળ હાથ ધરી છે.

જિલ્લામાં દારૂ - જુગારના કેસો શોધી કાઢવા રૂરલ એસ.પી. બલરામ મીણાએ આપેલ સુચના અન્વયે ભાડલાના ઇન્ચાર્જ પી.એસ.આઇ. ટી.એસ.રીઝવી તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે મળેલ બાતમીના આધારે જસદણના મદાવા ગામની સીમમાં કરી વિદેશી દારૂની ૫૬ પેટી બોટલ નંગ ૬૭૨ કિં. ૨.૫૮ લાખનો જથ્થો કબ્જે કર્યો હતો. જો કે, આરોપી કાળુ જતાપરા મળી ન આવતા તેની સામે ગુન્હો દાખલ કરી શોધખોળ હાથ ધરાઇ છે.

આ કાર્યવાહીમાં ભાડલા પોલીસ મથકના હેડ કો. જયદેવભાઇ ગઢવી, અશ્વિનભાઇ માલકીયા, પો.કો. લાલજીભાઇ તલસાણીયા, અશ્વિનભાઇ માલકીયા તથા વિંછીયા પોલીસ મથકના હેડ કો. અમૃતભાઇ ધરજીયા, જીજ્ઞેશભાઇ કુકડીયા તથા વિક્રમસિંહ ગોહિલ સહિતનો સ્ટાફ જોડાયો હતો.

(11:40 am IST)