Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

ભૂપગઢમાં કૂવામાંથી પિયતનું પાણી લેવા પ્રશ્ને રામજીભાઇ રાઠોડ અને પોૈત્ર પર હુમલો

સગા ભાઇ દિનેશભાઇ અને તેના પુત્ર ચંદુભાઇએ લાકડાથી માર માર્યાની ફરિયાદ

રાજકોટ તા. ૭: સરધાર તાબેના ભૂપગઢમાં રહેતાં રામજીભાઇ પુનાભાઇ રાઠોડ (ઉ.વ.૬૯) પર તેના જ સગા ભાઇ દિનેશભાઇ અને તેના પુત્ર ચંદુભાઇ દિનેશભાઇએ મળી લાકડથી હુમલો કરી તેમજ લાફો મારી ઇજા કરતાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં.

આજીડેમ પોલીસ મથકના શૈલેષપરી ગોસાઇએ રામજીભાઇની ફરિયાદ પરથી તેમના ભાઇ અને ભત્રીજા વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. રામજીભાઇના કહેવા મુજબ તેમની વાડીમાં પીયત માટેનો કૂવો સહીયારો છે. ગઇકાલે પીયતનો વારો પોતાનો હોઇ આમ છતાં ભાઇ દિનેશભાઇએ પાણી પોતાના ખેતરમાં પાઇ દેતાં આ બાબતે રામજીભાઇનો પોૈત્ર જયદિપ સમજાવવા જતાં તેને લાફો મારી દીધો હતો.

આથી રામજીભાઇ સમજાવવા જતાં દિનેશભાઇ અને ચંદુભાઇએ મળી તેને પણ ગાળો દઇ લાફો મારી લાકડાના ટેકાથી માર મારી ઇજા કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

(11:39 am IST)