Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

કોડીનારમાં રાત્રીના ૧૧ વાગ્યે દુકાનો બંધ કરવા પોલીસની ચેતવણી

કોડીનાર : કોરોના મહામારી વચ્ચે અનલોક પીરીયડ દરમિયાન લોકોને વ્યાપાક છૂટછાટ આપ્યા બાદ અને દિવાળી ના તહેવાર બાદ સમગ્ર ગુજરાત રાજયમાં કોરોનાએ ફરી માથુ ઉચકતા કોરોનાના કેસોમાં અનેક ગણો વધારો થઈ રહ્યો છે ત્યારે આ પરિસ્થિતિમાં કોડીનાર શહેરમાં કોરોનાના સંક્રમણને રોકવા માટે ગીર સોમનાથ એસ.પી.અને એ.એસ.પી.ની સૂચના મુજબ કોડીનારના બાહોશ પી.આઈ. સંદીપસિંહ ચુડાસમાએ માર્ચ કરી માસ્ક વગર જાહેરમાં ફરતા લોકોની સામે કડક કાર્યવાહી હાથ ધરી માસ્ક વગર ફરતા ૨૫ લોકો પાસેથી ઈં . ૨૫૦૦૦ નો દંડ વસુલ કર્યો હતો. ટ્રાફીક ઝુંબેશમાં ટ્રાફીક નિયમો હેઠળ ૪૨ એન.સી.કેસ કરી રૂ.૪૨૦૦નો સ્થળ દંડ વસુલ કર્યો હતો. તેમજ માઇક દ્વારા વેપારીઓને ફરજીયાત માસ્ક પહેરવા, સોશ્યલ ડિસ્ટનસ જાળવવા અને વેપારીઓને તેમના ધંધા રોજગાર દુકાનો-હોટલ-રેસ્ટોરન્ટ મોડે સુધી ખુલ્લી ન રાખવા અને રાત્રીના ૧૧ વાગ્યા સુધીમાં તમામ વેપાર ધંધા બંધ કરી દેવા આકરા પગલા ભરવાની ચેતવણી ઉચ્ચારી, કોરોના અંગે જન જાગૃતિ લાવવા ૧૦૦ જેટલા માસ્કનું ફ્રીમાં વિતરણ કરવામાં આવ્યું હતું. પી.આઈ.સંદીપસિંહ ચુડાસમા, ડી.સ્ટાફના વિપુલભાઇ, વિજયભાઈ, અભેસિંહભાઈ, અનિલભાઈ, ટ્રાફીકના મનુભાઈ જાદવ, જશપાલભાઈ સહિત નો સ્ટાફ કામગીરી હાથ ધરી હતી.

(11:39 am IST)