Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

ધોરાજી ઉપલેટા જામકંડોરણા તાલુકામાં હવે કોઇ માસ્ક પહેર્યા વગર નીકળશે તો ફરજિયાત કોરોના રેપિડ ટેસ્ટ

ધોરાજીૅં ધોરાજીના ડેપ્યુટી કલેકટર એ પરિપત્ર બહાર પાડતા જણાવેલ કે ધોરાજી ઉપલેટા જામકંડોરણા તાલુકામાં કોરોના કેસ વધતા જેના કારણે સરકારની ગાઈડલાઈન્સ નો ભંગ થતો હોય જેથી માસ્ક પહેર્યા વગર જાહેરમાં નીકળતા તમામ લોકોને કોરોના રેપીડ ટેસ્ટ કરી તાત્કાલિક અસરથી હોસ્પિટલમાં ઉપાડી લેવામાં આવશે જે અંગે પોલીસ મામલતદાર નગરપાલિકાને તેમજ તાલુકા પંચાયતને હુકમ કરતા તંત્ર સફાળું જાગ્યું હતું.

ધોરાજીના ડેપ્યુટી કલેકટર ગૌતમ મિયાણી એ પરિપત્ર બહાર પાડતા જણાવેલ કે ધોરાજી સબડિવિઝન સમાવેશ થતા ધોરાજી ઉપલેટા અને જામકંડોરણા તાલુકામાં કોરોના પોઝિટિવ કેસ માં સતત વધારો થઈ રહ્યો હોય તેમજ શહેરી વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારમાં લોકો માસ્ક પહેર્યા વિના બહાર નીકળે છે અને સરકાર શ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ કોવીડ ૧૯ મી ગાઇડલાઇન પાલન કરતા નથી તેવા તમામ લોકો દ્યરમાંથી બહાર નીકળતી વખતે બિન ચૂક પાલન કરે અને માસ્ક પહેરે તથા સરકાર શ્રી દ્વારા કોવીડ ૧૯ ની આ બાબતે નિયત કરેલ ગાઇડલાઇન ના સંપૂર્ણ રીતે પાલન કરે અન્યથા તાલુકા વહીવટી તંત્રને નિયત કરવામાં આવેલ ટીમ દ્વારા માસ્ક પહેર્યા વિના ફરતા લોકોને આરોગ્ય વિભાગની ચકાસણી ટીમ દ્વારા ફરજિયાત રીતે કોરોના રેપિડ ટેસ્ટ કરવામાં આવશે અને માસ્ક પહેર્યા વિના ફરતા લોકો નાગરિકો આ ટેસ્ટ દરમિયાન જો કોરોના ના લક્ષણો ધરાવતા હોવાનું ધ્યાને આવશે તો તેઓને સરકારશ્રીની કોવીડ-૧૯ સંદર્ભ આરોગ્ય વિભાગની ગાઇડલાઇન મુજબ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે

શહેર અને ગ્રામ્ય વિસ્તાર સમકક્ષ કોરોના સંક્રમણ ફેલાવવા બદલ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની ફરજ પડશે જેની ધોરાજી ઉપલેટા અને જામ કંડોરણા શહેર અને તાલુકાના તમામ લોકોએ ગંભીર નોંધ લેવા વહીવટીતંત્ર તરફથી અપીલ કરવામાં આવી છે.

એમ ધોરાજીના ડેપ્યુટી કલેકટરે પરિપત્ર બહાર પાડી રહી રહીને તંત્ર જાગ્યું છે હાલમાં ધોરાજીમાં કોરા નો વ્યાપ વધ્યો છે ઠેરઠેર સંક્રમણ ફેલાઈ રહ્યું છે આવા સમયે લોકોએ પણ તાત્કાલિક અસરથી જાગૃત થવાની જરૂર છે

(11:35 am IST)