Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

લોકલ એકઝામ... લોકલ એસેસમેન્ટથી કોલેજમાં પરીક્ષા લેવા અમરેલી ડાયનેમિક ગ્રુપની રજુઆત

સ્થાનિક કક્ષાએ પરીક્ષા લેવાય અને સ્થાનિક એસેસમેન્ટથી પરીક્ષાઓનું આયોજન થાય તો ગુજરાતની તમામ યુનિવર્સિટીઓના બી.એ, બી.કોમ, બી.એસ.સી તથા બી.સી.એના સેમ-૧ /૩ અને ૫ના હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય રોળાતુ અટકાશે : હરેશ બાવીશી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૭: વર્તમાન સમયે કોરોના સંક્રમણના કારણે પુનઃ ગુજરાત અને દેશભરમાં સેમી-લોકડાઉન જેવી વિપરીત પરિસ્થિતીનું નિર્માણ થયું છે. ત્યારે અમેરલીની યુવા પ્રવૃતિ સાથે સંકળાયેલ સંસ્થા ડાયનેમિક ગ્રુપ ઓફ ડાયનેમિક ગ્રુપ -અમેરલીના પ્રમુખ હરેશ બાવીશીએ ચાલુ -શૈક્ષણીક વર્ષ ૨૦૨૦-૨૧માં ગુજરાત રાજ્યની યુનિ. ઓ સંલગ્ન તમામ કોલેજોના  બી.એ, બી.કોમ, બી.એસ.સી તથા બી.સી.એના સેમ-૧ /૩ અને ૫માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની 'લોકલ એકઝામ... લોકલ એસેસમેન્ટ' પધ્ધતિથી પરીક્ષા લેવા રજુઆત તથા ધારદાર માંગણી કરતો પત્ર રાજ્યના શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમાને પાઠવ્યો છે. ડાયનેમિક ગ્રુપ -અમરેલીના પ્રમુખ હરેશ બાવીશીએ જણાવ્યું છે કે શૈ.વર્ષ ૨૦૨૧-૨૧ દરમિયાન પ્રથમ સત્રનું શૈક્ષણિક કાર્ય સરકારશ્રીની સુચના મુજબ તમામ કોલેજોએ પૂર્ણ કરી લીધુ છે. ત્યારે સમગ્ર ગુજરાતની તમામ કોલેજોમાં બી.એ, બી.કોમ, બી.એસ.સી તથા બી.સી.એના સેમ-૧ /૩ અને ૫માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાઓ જો 'લોકલ એકઝામ... લોકલ એસેસમેન્ટ' પધ્ધતિથી લેવાય તો તાત્કાલિક પૂર્ણ થઇ શકે તથા તેઓના પરિણામ પણ તાત્કાલિક જાહેર થઇ શકે.

તેમણે વધુમાં જણાવ્યું હતુ કે જે તે કોલેજો સ્થાનિક પરીક્ષા તથા સ્થાનિક એસેસમેન્ટ  કરે તો મર્યાદિત સંખ્યા તથા સોશિયલ ડીસ્ટન્સ પણ જળવાઇ તથા સંક્રમણ થવાની શકયતા પણ નહિવત રહે.

(11:33 am IST)