Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

ટંકારામાં બાળકોને સુવર્ણ પ્રાશનના ટીપા

ટંકારાઃ કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે સુવર્ણ પાશન ના ટીપા બાળકોને પીવડાવવામાં આવ્યા હતા. આયુર્વેદિક જીવન શૈલીના રાજ પરમારે જણાવેલ કે સુવર્ણપાશન ના ટીપા બાળકોને પાવા થી બાળકોની રોગ પ્રતિકારક શકિત વધે છે. બાળકનો માનસિક વિકાસ થાય છે .બાળકને તાવ શરદી વાયરલ ઇન્ફેકશન થી બચાવે છે. બાળકનો વાન ઉજળો બને છે. બાળકના પાચનતંત્રમાં સુધારો થાય છે. બાળકને યાદ શકિત માં વધારો થાય છે. ૬ માસથી ૧૨ વર્ષ સુધીના બાળકોને આ ટીપા પીવડાવી શકાય સુવર્ણપાસ ના ટીપા વિનામૂલ્યે બાળકોને પાવામાં આવે છે. આ ટીપા બાળકોને પાવાની કામગીરી ગીતાબેન પટેલ તથા નીતાબેન રાઠોડ દ્વારા કરાયેલ. કે .એમ. ભાગ્યા ચંદ્રકાંતભાઈ કટારીયા તથા નિલેશભાઈ જતી દ્વારા ટીપા પીવડાવવાની કામગીરીમાં સહયોગ અપાયેલ.સુવર્ણપ્રાશન ટીપાં પીવડાવવામાં આવ્યા તે તસ્વીર.

(9:35 am IST)