Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

કોડીનાર માછીમાર દિવસની ઉજવણી

કોડીનારઃ વિશ્વ માછીમાર દિવસ નિમિત્તે સૌરાષ્ટ્ર ના સમુદ્ર કાંઠા પર વસ્તા નાના પીલાણા હોડી વાળા માછીમારો ના પ્રશ્નો જેવા કે પાણી વિજળી શિક્ષણ રસ્તા રાશન અને નાના બારા બંદરો ના નહીં વત વિકાસ સબંધે સમુદ્ર શ્રમિક સુરક્ષા સંઘ આયોજીત સ્વરોજગાર આત્મ નિર્ભય કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ના સહયોગી સંગઠનો,,માનવ વિકાસ સંસોધન કેન્દ્ર અમદાવાદ /સૌરાષ્ટ્ર દલિત સંગઠન ગીર સોમનાથ. સમુદ્ર શ્રમિક સુરક્ષા સંધ દ્વારા માછી કામદાર વિધવા,,છુટાછેડા,,ગરીબ મહિલાઓ ને કોલ બોક્ષ કીટ નુ વિતરણ કરવામાં આવ્યુ હતુ અને કોવિડ ૧૯ ના લોકડાઉન અસરગ્રસ્ત બેરોજગાર માછી કામદાર ને સ્વરોજગારી મા મદદરૂપ થાય અને આ ગરીબ માછી કામદાર મહિલાઓ આત્મ નિર્ભય બને તેવા હેતુ ઓ એ કોલ બોક્ષ કીટ નુ અર્પણ કરવા મા આવ્યુ હતુ.આ કાર્યક્રમમાં ઉપસ્થિત સામાજિક અગ્રણી ઓએ માર્ગ દર્શન આપ્યુ હતુ.અશિમ રોય કામદાર અગ્રણી અમદાવાદ,મુકેશભાઈ લકુમ માનવ વિકાસ સંસોધન કેન્દ્ર અમદાવાદ,જેન્તીભાઈ માકડીયા ગુજરાત દલિત સંગઠન જુનાગઢ,દેવેનભાઈ વાણવી સૌરાષ્ટ્ર ઝોનલ સંયોજક જુનાગઢ,માનસિગભાઇ ચાવડા સૌરાષ્ટ્ર દલિત સંગઠન ગીર સોમનાથ,ગોવિદભાઇ ચાવડા સંયોજક ગીર સોમનાથ,બાલઉદય વાધેલા સાહીત્યકાર કોડીનાર,બાલુભાઈ સોચા પ્રમુખ સમુદ્ર શ્રમિક સુરક્ષા સંધ કોડીનાર,ગફારભાઇ અલારખાભાઇ ભેસલીયા માછીમાર અગ્રણી પશ્રનાવડા બંદર,અબ્દુલ જાફર કદવાર હિરાકોટ બંદર,હારુન ઈસ્માઈલ છારા બંદર કોડીનાર અને કાસમભાઈ હુશેન ઢોકી મુળ દ્વારકા તેમજ મહીલા અગ્રણી સલમાબેન હારુનભાઇ મુળદારકા હાજર રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. કાર્યક્રમની તસ્વીર.

(9:35 am IST)