Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

મોટા લીલીયાના ચકચારી રૂષિકેશ ત્રિવેદી અપહરણ-હત્યા કેસમાં અઢી વર્ષથી ફરાર શખ્સ ઝડપાયો

અમરેલી તા. ૭ : જિલ્લાના મોટા લીલીયા ગામના કિકાણી પ્લોટમાં રહેતા શિક્ષક ગીરીશકુમાર મણિશંકર ત્રિવેદીનો પુત્ર રૂષિકેશ (ઉ.૧૭) ને કોઇ અજાણ્યા શખ્સો લીલીયા ટાઉનમાંથી અપહરણ કરી લઇ ગયેલ અને તેને છોડાવા રૂષીકેશના પિતા પાસે રૂ.૩પ લાખની માંગણી કરેલ હતી. બનાવની ગંભીરતાને ધ્યાને લઇ તત્કાલીન એલ.સી.બી.ટીમ દ્વારા રૂષીકેશના મિત્રો અને શકદારો એવા રવિ  ઉર્ફે રવિન્દ્ર ઘનશ્યામભાઇ ભટ્ટ રે.લીલીયા, હાલ રે.સુરત તથા વિજય શામજીભાઇ ધામત, રહે.સુરત વાળાઓને ટેકલ કરતા જાણવા મળેલ કે રવિન્દ્રને નાણા ભીડ રહેતી હોય જેથી તેણે પોતાના ઓળખીતાને જ કિડનેપ કરી નાણા પડાવવાનો પ્લાન કર્યો હતો.

બનાવના દિવસે રવિન્દ્ર અને વિજયએ તેમની પેપોલો કારમાં લીલીયા મુકામે ગૌશાળા નજીકથી રૂષીકેશનુ અપહરણ કરેલ રૂષીને મુકત કરવાના બદલામાં રૂ.૩પ લાખની માંગણી કરેલી બાદમાં આ વાત જાહેર થઇ જતાં રોહીશાળા ગામ પાસેથી ગઢડા તરફના રસ્તે બે ગામ ગયા પછી એક દરગાહ પાસે એક તળાવ આવેલ હોય તે તળાવ પાસે રૂષીને બાવળની ઝાડીમાં લઇ જઇ રૂષીને વિજયે પકડી રાખેલ અને રવિન્દ્રએ પોતાની પાસેની છરીના ચાર પાંચ ઘા છાતીમાં તથા વાસાના ભાગે મારી રૂષીકેશની હત્યા કરેલ હોવાનું જાણવા મળતા આ અંગે લીલીયા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થયો હતો.

જે ગુન્હાના રવિ ઘનશ્યામભાઇ ભટ્ટ (ર) વિજય શામજીભાઇ ધામત (૩) જગદીશ શામજીભાઇ ધામત અને (૪) કિશન ઉર્ફે કાનો સુરેશભાઇ દવે એમ કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી. આ ચારેય આરોપીઓ વિરૂદ્ધ ચાર્જશીટ કરવામાં આવેલ હતું. અને આ ચારેય આરોપીઓકાચા કામના કેદી તરીક ેઅમરેલી જીલ્લા જેલમાં હતા અમરેલી સેશન્સ કોર્ટ ખાતે કેસ ચાલુ હોય તે દરમ્યાન આરોપીઓ વિરૂદ્ધ સજજડ પુરાવાઓ હોય અને આરોપીઓને સજા પડે તેમ હોય જેથી ઉપરોકત પૈકીના આરોપી જગદીશ શામજીભાઇ ધામતને ગુજરાત હાઇકોર્ટમાંથી દિન-૧૦ વચગાળાની જામીન રજા મળતા તે રજા ઉપર જેલમાંથી મુકત થયા બાદ તા.૧પ/૬/૧૬ ના રોજ અમરેલી જેલમાં હાજર થવાનું હતું પરંતુ જેલમાં હાજર થયેલ નહી અને છેલ્લા અઢી વર્ષથી નાસતો ફરતો હતો.  પોલીસ અધિક્ષક અમરેલીનાઓએ જેલમાંથી પેરોલ/ફર્લો તથા વચગાળાના જામીન પરથી ફરાર આરોપીઓને પકડી પાડવા જરૂરી માર્ગદર્શન અને સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સ. ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી. ટીમ દ્વારા વચગાળાની જામીન રજા પરથી નાસતા ફરતા આરોપી જગદીશભાઇ શામજીભાઇ ધામત, ઉ.૩૩ ધંધો ખેત મજુરી, રહે. મુળ લીલીયા, કિકાણી પ્લોટ, તા. લીલીયા, જી.અમરેલી, હાલ ભરૂચ, ગામ-જુના તવરા, જલારામ ફળીયું તા.જી. ભરૂચ વાળાને ગઇ કાલે તા.પ/૧ર/૧૮ ના રાત્રીના ભરૂચના જુના તવરા ગામેથી ઝડપી લઇ અમરેલી જીલ્લા જેલ હવાલે મોકલી આપેલ છે આમ અઢી વર્ષથી નાસતા ફરતા કાચા કામના કેદીને પકડી પાડવામાં અમરેલી એલ.સી.બી.એ સફળતા મેળવેલ છે

(3:38 pm IST)
  • ભારતના ચિફ ઇકોનોમિક એડ્વાઇઝર તરીકે ક્રિષ્નામૂર્થી સુબ્રમનિયમની નિમણુંક : IIT/IIM પૂર્વ ટોપ રેન્કિંગ સ્ટુડન્ટ તથા અમેરિકાના શીકાગોમાંથી Ph.D ડિગ્રી મેળવી હૈદ્રાબાદની બિઝનેસ સ્કૂલમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવાઓ આપતા ક્રિષ્નામૂર્થી 3 વર્ષ માટે દેશના ચીફ ઇકોનોમિક એડવાઈઝર તરીકે સેવાઓ આપશે access_time 5:46 pm IST

  • રાજકોટ : અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે આજે પ્રમુખ સ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતિ મહોત્સવ : ૪૦૦ જેટલા ગરીબ દર્દીઓના નિઃશુલ્ક ઓપરેશન માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા કરાઈ access_time 3:20 pm IST

  • ગીરસોમનાથ :તાલાલાના બોરવાવ ગામે પીતાની નજર સામે 8 વર્ષના પૂત્ર પર દિપડાએ કર્યો હુમલો:પિતાએ દીપડાનો પીછો કરતા ઇજાગ્રસ્ત પૂત્રને છોડી દીપડો નાસી છુટ્યો :વનવીભાગે બે પીંજરા મૂકતા હુમલાખોર દીપડો ઝડપાયો access_time 3:30 pm IST