Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

પાટડીના મીઠા ઘોડાના ભરત ઝીંઝુવાડીયાની હત્યામાં કોની સંડોવણીઃ તપાસનો ધમધમાટ

વઢવાણ તા.૭ : વિધાનસભાની ચૂંટણીના માહોલ વચ્ચે લુંટ બાદ હત્યાના બનાવથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. મીઠા ઘોડાના યુવાનની ચેનથી ગળુ દબાવી મોતને ઘાટ ઉતાર્યા બાદ ખેતરમાંથી લાશ મળી આવતા પોલીસે યુવાનના ખિસ્સામાંથી મળી આવેલા મોબાઇલની કોલ ડીટેઇલના આધારે હત્યાનું પગેરૂ શોધવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.પાટડીના મીઠા ઘોડાનો ૩૬ વર્ષનો યુવાન ભરત છગનભાઇ ઠાકોર (ઝીંઝુવાડીયા) સોમવારે સવારે ૧૦ વાગ્યે ઘરેથી પાટડી જવાનુ કહીને નીકળ્યા હતા. પાટડી માર્કેટીંગ યાર્ડમાં કાલ પતાવીને બપોરના ફોનામાં પાટડી જૈનાબાદ રોડ પર આવેલા આગામી ૯૯૯ તરફ આવવાનુ કહ્યા બાદ એનો સંપર્ક બંધ થઇ ગયો હતો. પરિવારજનો દ્વારા બે દિવસની સઘન શોધખોળ કરવા છતાં કોઇ જ સગડ ન મળતા આજે આ યુવાનની લાશ પાટડી જૈનાબાદ રોડ પર આગળ ૯૯૯ પાસે રોડથી અડધો કિ.મી. અંદર ખેતરમાં લાઇટ પાસે પડી હોવાના મેસેજ મળતા એના પરિવારજનો સહિત ગ્રામજનો બનાવના સ્થળે દોડી ગયા હતા. બનાવની જાણ થતા દસાડા પીએસઆઇ આર.આર.બંસલ અને નવિનભાઇ રાવલ સહિતના પોલીસ સ્ટાફ બનાવના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી હતી.મીઠા ઘોડાના મૃતક યુવાન ભરતભાઇ ઠાકોરનું ખેતર વાવવાનુ કામ કરૂ છુ. ખેતરમાં પાઇપ નાખવા કરેલા ખાડા અને બપોર ત્રણ વાગ્યાના સુમારે મારે ભરત ઠાકોર સાથે ફોનમાં વાત થઇ હતી. એણે આજે ખેતર આવીશ એમ જણાવ્યુ હતુ.

પાટડી જવાનુ કહીને ઘરેથી નીકળેલા ભરતને કોઇની સાથે દુશ્મની હતી. પૈસાની લેતી દેતી પણ ન હતી. એકદમ સીધા સાદા છોકરાની કોણે અને શા માટે હત્યા કરી તે જ સમજાતુ નથી. રામ જાણે કોણે આવુ કર્યુ હશે.

યુવાનના ગળામાં વાયરથી ગળેફાંસો આપી મોતને ઘાટ ઉતાર્યા હોવાની વિગતના આધારે એના ખિસ્સામાંથી મળેલા મોબાઇલની કોલ ડીટેઇલના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ બનાવ બાદ પોલીસે મૃતક ભરત ઝીંઝુવાડીયાના મૃતદેહને ફોરેન્સીક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડેલ છે

 

(3:54 pm IST)