Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

જુનાગઢ જીલ્લાના ૬ ઓબ્ઝર્વરને નાગરિકો સર્કીટહાઉસે મળી શકશે ઉમેદવારોના ખર્ચ અંગે બે ઓબ્ઝર્વરની નિમણુંક

જુનાગઢ તા.૭ : જૂનાગઢ જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચુંટણી અંતર્ગત વિવિધ કામગીરીની દેખરેખ માટે ૬ ઓબ્ઝર્વરની નિમણુંક ચુંટણી પંચ દ્વારા કરવામાં આવી છે. જૂનાગઢના સરકીટ હાઉસ ખાતે સવારના ૧૦થી ૧૧ કલાક દરમ્યાન લોકો ઓબ્ઝર્વરની મુલાકાત લઇ શકાશે.

જૂનાગઢઅને વિસાવદરની બેઠકના ખર્ચના ઓબ્ઝવર સુશ્રી જસપાલ કૌર પ્રધ્યોત, રૂમ નં.૯ મો.૭૫૭૫૮ ૦૬૫૮૧, માંગરોળ, કેશોદ અને માણાવદરના ખર્ચ ઓબ્ઝર્વર શ્રી વિકાસકુમાર જેફ રૂમ નં.૮  મો.૭૫૭૪૮ ૫૨૩૯૪ , ચુંટણીની જનરલ કામગીરી માટે માણાવદર અને જૂનાગઢના એલ.એસ.માલી રૂમ નં.૨૦ મો.૭૦૬૯૦ ૦૮૪૭૧, વિસાવદર માટે રાજીવ શર્મા રૂમ નં.૨૧ મો.૭૦૬૯૦ ૦૮૪૭૨, કેશોદ અને માંગરોળની ચુંટણીની જનરલ કામગીરી માટે સુશ્રી ડો.મધુ ખરે રૂમ નં.૨૨ મો.૭૫૭૪૮ ૧૦૯૮૧ અને લો અને ઓર્ડર તમામ બેઠકો માટે શ્રી રાજા બાબુસિંઘ મો.૭૫૭૪૮ ૪૧૧૭૨ મંગલ નિવાસ, કુષિ યુનિ ગેસ્ટ હાઉસ ખાતે મળી શકશે. તેમ જિલ્લા ચુંટણી અધિકારી ડો.રાહુલ ગુ્પ્તાની યાદીમાં જણાવાયું છે.

(1:15 pm IST)