Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

ગિરનાર પર્વત ઉપર ૯.૪ ડીગ્રી

જુનાગઢ સહિત સોરઠમાં કાતિલ ઠંડીનું મોજુ યથાવતઃ ગિરનારનાં યાત્રીકો ઘટયાઃ ઠંડો પવન પણ ફુંકાતા બર્ફીલુ વાતાવરણ

જૂનાગઢ તા. ૭ :.. રાજકીય ગરમાવા વચ્ચે પણ જૂનાગઢ સહિત સોરઠમાં કાતિલ ઠંડીનું મોજૂ યથાવત રહ્યુ છે. ગીરનારની યાત્રાએ આવતા યાત્રીકોની સંખ્યામાં પણ ધરખમ ઘટાડો નોંધયો છે.

ઓખી વાવાઝોડાની ઘાત ટળી હતી. કમોસમી વરસાદનાં કારણે ઠંડીમાં ઉત્તરોતર વધારો થયો છે ગઇ આખી રાત ઠંડીને કહેર મચાવ્યો હતો આજે સવારે જૂનાગઢનું લઘુતમ તાપમાન ૧૪.૪ ડીગ્રી રહેતા ઠંડીનું જોર વધ્યું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૧ ટકા રહેતાં ઠંડી વધુ કાતિલ બની છે. ૬.૪ કી. મી. ની ઝડપે ઠંડો પવન પણ ફુંકાતા જનજીવન ઠુઠવાય ગયુ છે.

જૂનાગઢનાં ગિરનાર પર્વત પર આજે ૯.૪ ડીગ્રી આસપાસ ઠંડી હોવાનું અનુમાન છે આજે સતત ત્રીજા દિવસ પણ ગિરનાર અને દાતાર પર્વત ઉપરાંત તેના જંગલ વિસ્તારમાં હાડ થીજાવતી ઠંડી હોવાથી પ્રવાસીઓ ઘટયા છે.

સખ્ત ઠંડીને લઇ  ગિરનાર પર્વત પણ ઠરીને ઠીકરૂ થઇ ગયો હોવાની અનુભૂતિ થઇ રહી હોવાનું જાણવા મળેલ છે.

(11:54 am IST)